Home /News /india /

PM મોદીને મહિલાઓ મોકલશે હજારો 'સેનેટરી નેપકીન', જાણો શું છે કારણ

PM મોદીને મહિલાઓ મોકલશે હજારો 'સેનેટરી નેપકીન', જાણો શું છે કારણ

સેનેટરી નેપકિનને GST મુક્ત કરવા માટે મહિલાઓએ અનોખો વિરોધ શરૂ કર્યો છે. મહિલાઓના ઉપયોગમાં આવનારા સેનેટરી પેડ પર 12 ટકા GST લાગે છે જેથી તેનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે. ત્યારે સેનેટરી નેપકીનને કર મુક્ત બનાવવા માટે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક અનોખુ વિરોધ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે.

અહીંના એક સામાજીક સંગઠન દ્વારા નેપકિનો પર સંદેશ લખીને 1 હજારથી વધારે નેપકિન અને પોસ્ટકાર્ડ પ્રધાનમંત્રીને મોકલવામાં આવશે. આ અભિયાનમાં તેમને મહિલાઓને સેનેટરી નેપકિન પર માસિક ધર્મની સ્વચ્છતા પર પોતાના વિચાર લખવા માટે પ્રોત્સાહન કરવામાં આવ્યું છે.



તમને જણાવી દયે કે છોકરીઓથી લઈને 45 વર્ષ સુધી ઉંમર ધરાવતી કોઈ પણ મહિલા દર મહિને સેનેટરિ નેપકિનનો ઉપયોગ કરે છે.



સંદેશ લખવામાં આવેલા આ નેપકિનને 3 માર્ચે સરકાર સુધી પહોંચાડવામાં આવશે. સોશિયલ વર્કરના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં 1 હજાર નેપકિન પ્રધાનમંત્રીને મોકલવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં 1 લાખ અને ત્રીજા તબક્કામાં 5 લાખ નેપકિન મોકલવામાં આવશે. જેને લઈને દેશભરમાં અભિયાન ચાલી રહ્યું છે.



સામાજિક કાર્યકરોનું કહેવું છે કે સેનેટરી નેપકીન પહેલાથી જ મોંઘા હતા અને ઉપરથી 12 ટકા ટેક્સ લગાવવામાં આવતા વધારે મોંઘા થઈ ગયા છે. જેને લઈને મિડલ ક્લાસ મહિલા આ પેડનો ઉપયોગ કરી શકતી નથી. જેથી સરકારે વિચારવું જોઈએ કે 100 રૂપિયાનો ખર્ચ ગ્રામીણ મહિલા કેવી રીતે કરી શકે. આ પેડસ ખરીદવા માટે તે સક્ષમ નથી જેને લઈને તેઓને ગંભીર બિમારીઓનો સામનો કરવો પડે છે.

તેમને કહ્યું કે સેનેટરી નેપકિન તમામ મહિલાઓ માટે જરૂરી છે. જેથી તે મફતમાં મળવું જોઈએ. અથવા તો GST હટાવવો જોઈએ.
First published:

Tags: Gwalior, Middle class, Social worker, મોદી, વડાપ્રધાન

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन