Agenda Jharkhand: મહારાષ્ટ્રથી લઈને કાશ્મીર સુધી, અમિત શાહે દરેક મુદ્દે કરી વાત

News18 Gujarati
Updated: November 28, 2019, 8:06 PM IST
Agenda Jharkhand: મહારાષ્ટ્રથી લઈને કાશ્મીર સુધી, અમિત શાહે દરેક મુદ્દે કરી વાત
રાંચીમાં ગુરુવારે યોજાયેલા News18ના ‘એજન્ડા ઝારખંડ’ કાર્યક્રમમાં અમિત શાહે વિરોધીઓ ઉપર જોરદાર પ્રહાર કર્યો

એનઆરસી આખા દેશમાં લાગુ થશે - અમિત શાહ

  • Share this:
રાંચી : રાંચીમાં ગુરુવારે યોજાયેલા News18ના ‘એજન્ડા ઝારખંડ’ કાર્યક્રમમાં અમિત શાહે વિરોધીઓ ઉપર જોરદાર પ્રહાર કર્યો હતો. એનઆરસીના સવાલ પર અમિત શાહે કહ્યું હતું કે એનઆરસી આખા દેશમાં લાગુ થશે, અસમમાં ફરીથી લાગુ થશે. અસમ એનઆરસીમાં જે ખામીઓ રહી છે તેને દૂર કરવામાં આવશે. બંગાળમાં પણ એનઆરસી લાગુ થશે. અમિત શાહે કહ્યું હતું કે સરકાર સિટીઝન એમેન્ડમેન્ટ બિલ લાવશે. પહેલા પણ શરણાર્થીઓ માટે આમ કરવામાં આવ્યું છે. ધાર્મિક પજવણીના આધારે દેશમાં આવેલા લોકો માટે સિટીઝન એમેન્ડમેન્ટ બિલ લાવવામાં આવી રહ્યું છે.

મહારાષ્ટ્રમાં BJPએ ગઠબંધન તોડ્યુ નથી
અમિત શાહે ‘એજન્ડા ઝારખંડ’ માં મહારાષ્ટ્રમાં રાજનીતિક ઘટનાક્રમ ઉપર પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભાજપાએ શિવસેના સાથે ગઠબંધન તોડ્યું ન હતું અને હોર્સ ટ્રેડિંગ પણ કર્યું ન હતું. અમિત શાહે કહ્યું હતું કે કૉંગ્રેસે ટ્રેડિંગના બદલે આખો તબેલો ખરીદી લીધો છે.

પ્રજ્ઞા ઠાકુર પર કાર્યવાહીની વાત કરી
ભોપાલથી બીજેપી સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા. અમિત શાહે પ્રજ્ઞા ઠાકુર સામે કાર્યવાહી કરવાની વાત કરી છે.

આ પણ વાંચો - હોર્સ ટ્રેડિંગના આરોપ પર અમિત શાહે કહ્યું - કૉંગ્રેસે તો આખો તબેલો ખરીદી લીધો...તો કૉંગ્રેસ નેતા કશું ના બોલ્યા
જમ્મુ કાશ્મીર વિશે પુછવા પર તેમણે કહ્યું હતું કે તે બાળપણથી કહેતા રહ્યા છે કે POK માટે જાન આપવી પડશે તો આપીશું. મારા જેવા કરોડો લોકો આ જ વિચારે છે. પહેલા પણ ઘણા પૂર્વ પ્રધાનમંત્રીઓની સુરક્ષા SPG હટાવી તો કૉંગ્રેસ કશું બોલી ન હતી. ગાંધી પરિવારની સુરક્ષા હટાવવાના સવાલ પર અમિત શાહે કહ્યું હતું કે ગાંધી પરિવારનું સુરક્ષા સ્તર બદલી ગયું છે, હટાવવામાં આવ્યું નથી. ગાંધી પરિવારને દેશની સૌથી સારી સુરક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આઝાદે કહ્યું હતું કે આર્ટિકલ 370 હટશે તો લોહીની નદીઓ વહેશે
અમિત શાહે કહ્યું હતું કે હું જનતાને યાદ કરાવવા માંગીશ કે ગુલામ નબી આઝાદે રાજ્યસભામાં કહ્યું હતું કે જો જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટી તો ત્યાં લોહીની નદીઓ વહેશે. હું જણાવવા માંગીશ કે પોલીસની ગોળીમાં એકપણ વ્યક્તિ માર્યો ગયો નથી. ક્યાંય પણ કર્ફ્યુ નથી.

ઇન્ટેરનેટની 40 હજાર લોકોના જીવન સાથે સરખામણી કરી શકાય નહીં
આર્ટિકલ 370ને લઈને પુછેલા સવાલ પર અમિત શાહે કહ્યું હતું કે 1990થી અત્યાર સુધી જમ્મુ કાશ્મીરમાં 40 હજાર લોકો માર્યા ગયા છે. 40 હજાર લોકોના જીવનથી ઇન્ટરનેટની સરખામણી કરી શકાય નહીં. જમ્મુ કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે તેવી ચેતવણી આપનાર ક્યાં છે? દેશની જનતા 370 હટાવવા પર ધન્યવાદ આપી રહી છે.
First published: November 28, 2019, 8:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading