મહારાષ્ટ્રમાં બદલાયેલા સમીકરણ પછી NCP પ્રમુખ શરદ પવાર પાસે શું વિકલ્પ?

News18 Gujarati
Updated: November 23, 2019, 3:18 PM IST
મહારાષ્ટ્રમાં બદલાયેલા સમીકરણ પછી NCP પ્રમુખ શરદ પવાર પાસે શું વિકલ્પ?
બીજેપીએ એનસીપી નેતા અજિત પવાર સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર રચી દીધી

બીજેપીએ એનસીપી નેતા અજિત પવાર સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર રચી દીધી

  • Share this:
અનિલ રાય, નવી દિલ્હી : મહારાષ્ટ્ર(Maharashtra)ની રાજનીતિમાં શનિવારે મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. બીજેપી (BJP)એ એનસીપી (NCP) નેતા અજિત પવાર (Ajit Pawar) સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર રચી દીધી છે. કહેવામાં આવે છે કે એનસીપી નેતા અજીત પવારે પોતામા 25થી 30 ધારાસભ્યો સાથે મળીને બીજેપીને સમર્થન આપ્યું છે. જોકે એનસીપીના વરિષ્ઠ નેતા નવાબ મલિકે (Nawab Malik) આરોપ લગાવ્યો છે કે તેમને ધારાસભ્યોના હસ્તાક્ષરનો ખોટો ઉપયોગ કર્યો છે. અજીત પવારના બળવાથી નારાજ શરદ પવાર (Sharad Pawar) તેમને એનસીપી વિધાયક દળના નેતા પદથી હટાવી દીધા છે.

અજીત પવારનો એનસીપી સાથે બળવા પછી સૌથી મહત્વનો સવાલ છે કે હવે શરદ પવાર શું કરશે, કારણ કે ટેકનિકલ રીતે ભલે શરદ પવાર પાર્ટીના અધ્યક્ષ હોય પણ અજીત પવાર વિધાયક દળના નેતા પસંદ થયા હતા તેમને અધિકાર છે કે એનસીપીના 54 ધારાસભ્યો વિશે નિર્ણય કરે. જ્યાં સુધી તેમને વિધાનમંડળના નેતાની સ્થિતિ પર કોઈ ફરક પડશે નહીં. તેમના આદેશને જ ધારાસભ્યો માટે વ્હીપ માનવામાં આવશે. આ સાથે તેનું ઉલ્લંઘન કરવું પાર્ટી વિધાયકો માટે મુશ્કેલ રહેશે. આવા સમયે સવાલ ઉભો થાય છે કે અજીત પવારને રોકવા માટે શું-શું પગલાં ભરી શકે છે.

આ પણ વાંચો - Inside Story: મહારાષ્ટ્રમાં કેવી રીતે બન્યો BJPની સરકાર રચવાનો રોડમૅપ?

અજીત પવારને સસ્પેન્ડ કરવા માટે શરદ પવારે સૌથી પહેલા પાર્ટીના વિધાયકોની બેઠક બોલાવવી પડશે અને તેમાં અજીત પવારને નેતા પદથી હટાવતા નવા નેતાની પસંદગી કરવી પડશે. જોકે સૌથી મોટો સવાલ છે કે વિધાયકોની બેઠકમાં કેટલા ધારાસભ્યો આવશે. જો અડધાથી ઓછા આવશે તો અજીત પવારને હટાવવા મુશ્કેલ રહેશે અને તે જ વિધાયક દળના નેતા બની રહેશે અને બોલ વિધાનસભા અધ્યક્ષ પાસે આવશે. જોકે વિધાનસભાનું ગઠન થયું નથી અને વિધાનસભાના અધ્યક્ષ નથી. આવામાં રાજ્યપાલે નક્કી કરવાનું છે કે વિધાનસભામાં કોને અસલી એનસીપી માને અને કોને બળવાખોર.
First published: November 23, 2019
વધુ વાંચો
अगली ख़बर