Home /News /india /બજેટ બાદ શૅરબજારમાં મોટો કડાકો, રોકાણકારોના રૂ.4.66 લાખ કરોડ ડૂબ્યા

બજેટ બાદ શૅરબજારમાં મોટો કડાકો, રોકાણકારોના રૂ.4.66 લાખ કરોડ ડૂબ્યા

બજેટ બાદ આજે શૅરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. બજેટમાં શૅરોમાં લોંગટર્મ કેપિટલગેઇન પર 10 ટેક્સ લાદતાં બજાર ઊંધે માથે પછડાયું હતું. ચારેબાજુ વેચવાલી ફરી વળતાં રોકાણકારોના રૂ.4.66 લાખ કરોડ ડૂબ્યા. સેન્સેક્સ અને નિફ્ટીમાં 2.25 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. આજે નિફ્ટી નીચામાં 10736.1 સુધી, જ્યારે સેન્સેક્સ 35006.41 સુધી તૂટ્યા હતા.

બજારમાં આઇટી સિવાય તમામ સેક્ટર ઇન્ડેક્સમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટીના મીડિયા ઈન્ડેક્સમાં 3.5 ટકા, ઓટો ઈન્ડેક્સમાં 3.4 ટકા, મેટલ ઈન્ડેક્સમાં 3 ટકા, ફાર્મા ઈન્ડેક્સમાં 1.25 ટકા, પીએસયુ બેન્ક ઈન્ડેક્સમાં 2.9 ટકા તેમ જ ખાનગી બેન્ક ઈન્ડેક્સમાં 3 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. બેન્ક નિફ્ટી 2.8 ટકાના ઘટાડા સાથે 26451ના સ્તર પર બંધ રહ્યો હતો. બીએસઈના કંઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સમાં 3.4 ટકા, કેપિટલ ગુડ્ઝ ઈન્ડેક્સમાં 3.6 ટકા, પાવર ઈન્ડેક્સમાં 4 ટકા, રિયલ્ટી ઈન્ડેક્સમાં 6.3 ટકા, ઓઇલ ઈન્ડેક્સમાં 3 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

સ્મોલકેપ-મિડકેપ શૅરોમાં વધુ વેચવાલી જોવા મળી હતી. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 4 ટકા ઘટીને 16575ના સ્તર પર બંધ રહ્યો હતો. નિફ્ટીનો મિડકેપ 100 ઈન્ડેક્સ 4.3 ટકા ઘટાડાની સાથે 19760.4ના સ્તર પર બંધ રહ્યો હતો. બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સ 4.7 ટકા ઘટીને 17.850ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના સ્મોલકેપ ઇન્ડેક્સ 6 ટકા તૂટીને 8251ની સપાટીએ બંધ રહ્યો હતો. .

છેલ્લે, બીએસઈના 30 શૅરવાળો ઈન્ડેક્સ સેન્સેક્સ 839.91 પૉઇન્ટ અથવા 2.34 ટકાના ઘટાડાની સાથે 35066.75ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે એનએસઈનો 50 શૅરોવાળો ઈન્ડેક્સ નિફ્ટી 256.30 પૉઇન્ટ અથવા 2.33 ટકાના ઘટાડે 10760.60ની સપાટીએ બંધ રહ્યો હતો.

સ્મોલકેપ શૅરોમાં બોમ્બે ડાઇંગ, જિંદાલ સો, ઇન્ડિયા ગ્લાયકોલના શૅરોના ભાવમાં 24.4-12.75 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ઓર્બિટ એક્સપોર્ટ્સ, પોલી મેડિકેર, ડીએફએમ ફૂડ્સના શૅરોના ભાવમાં 6.9-2.5 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

મિડકેપ શેરોમાં રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ ઇન્ફ્રા, રિલાયન્સ કૉમ્યુનિકેશન્સ, અદાણી પાવર, એમઆરપીએલના શૅરોના ભાવમાં 11.2-8.7 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ગ્લેનમાર્ક, મેક્સ ફાઇનાન્સિયલ અને ટોરેન્ટ ફાર્માના શૅરોના ભાવમાં 1-0.3 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

બજાજ ઓટો, ટાટા પાવર, અલ્ટ્રાટેક સિમેન્ટ,બજાજ ફાઇનાન્સ, એક્સિસ બેન્ક, ભારતી એરટેલ, બીએચઇએલ, મારુતિ સુઝુકીના શૅરોના ભાવમાં 7-4.3 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, પણ ટીસીએસ, એચસીએલ, ટેક મહિન્દ્રાના શૅરોના ભાવમાં 1.4-0.5 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.
Published by:Sanjay Joshi
First published:

Tags: BSE, Business, NSE, Sharemarket, નિફ્ટી, સેન્સેક્સ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन