વાવાઝોડુ 'ગાજા' તમિલનાડુ પછી કેરળ પહોંચ્યું, પડી રહ્યો છે ભારે વરસાદ

વાવાઝોડુ ગાઝા તમિલનાડુમાં કેર વર્તાયા બાદ આ ચક્રવાત કેરળ પહોંચી ગયુ છે.

 • Share this:
  વાવાઝોડુ ગાઝા તમિલનાડુમાં કેર વર્તાયા બાદ આ ચક્રવાત કેરળ પહોંચી ગયુ છે. કેરળના અનેક વિસ્તારોમાં જેના કારણે ભારે વરસાદ પડી રહ્યો છે. તમિલનાડુમાં તબાહી પછી રાહત કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. કેન્દ્રમાં મોદી સરકારે પણ આ મુશ્કેલીમાં પીડિત રાજ્યને દરેક સંભવ મદદ આપવાની વાત કરી છે.

  હવામાન વિભાગનું કહેવુ છે કે વાવાઝોડુ આગામી 12 કલાકમાં વધારે સતેજ થઇ શકે છે. જે લક્ષદ્વીપને પાર પણ કરી શકે છે. આ દરમિયાન લક્ષદ્વીપ અને કેરળના ઘણાં વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.

  2004માં આવેલી સુનામી પછી તમિલનાડુમાં આ તોફાને ભારે તબાહી મચાવી છે. આ તોફાન હવે કેરળ તરફ વધી રહ્યું છે. જેના કારણે ઘણી જગ્યાઓ પર લેંડસ્લાઇડ, મડસ્લાઇડની અનેક ઘટના બની છે. કેરળના ઇડુકી જિલ્લામાં ઘણું નુકસાન થયુ છે. એનાર્કુલમ, કોટ્ટાયમસ કોઝિકોડ, કસારગોડ સહિત ઘણી જગ્યાએ ભારે વરસાદ વરસી રહ્યો છે.

  આ પણ વાંચો: 'ગાજા' વાવાઝોડાનો કહેર: તામિલનાડુમાં કુલ 20 લોકોનાં મોત

  વાવાઝોડાને કારણે રાજ્યના માછીમારોને સમુદ્રતટ પાસે ન જવાની સલાહ આપી છે. ગાજા તોફાનની ગતિ ધીમી પડી છે અને કેરણના તટ પર 40થી 50 કિલોમીટર પ્રતિકલાકથી હવા ચાલી રહી છે જે 60 કિમી સુધી પહોંચી શકે છે.

  બીજી તરફ તમિલનાડુમાં વાવાઝોડાને કારણે મૃતકોની સંખ્યા વધીને 36 સુધી પહોંચી છે. આ દરમિયાન મોટાપાયે ઘણું નુકસાન થયું છે. રાજ્યમાં 30 હજારથી વધારે વીજળીના થાંભલા અને એક લાખથી વધારે વૃક્ષો ઉખડવાની પણ ખબર છે.
  Published by:Kaushal Pancholi
  First published: