શેલ કંપનીઓ બાદ સરકાર હવે CA પર સિકંજો કસશે !

શેલ કંપનીઓ બાદ સરકાર હવે CA પર સિકંજો વધારશે !

સરકાર ટૂંક સમયમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પર સખત સિકંજો વધારશે. શેલ કંપનીઓ પર બનેલી ટાસ્ક ફોર્સે નેશનલ ફાઇનાન્સિયલ રિપોર્ટિંગ ઓથોરિટીને સૂચના આપવાની ભલામણ કરી છે.

  • Share this:
સરકાર ટૂંક સમયમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પર સખત સિકંજો વધારશે. શેલ કંપનીઓ પર બનેલી ટાસ્ક ફોર્સે નેશનલ ફાઇનાન્સિયલ રિપોર્ટિંગ ઓથોરિટીને સૂચના આપવાની ભલામણ કરી છે. કોર્પોરેટ અફેર્સ મંત્રાલય જાન્યુઆરીમાં તેને સૂચિત કરશે. ઓથોરિટી બનવાથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનાં ખોટાં કામો પર લગામ આવશે અને તેમના પર પણ સિવિલ અને ફોજદારી પગલાં લેવામાં
આવશે.

તમને જણાવી દઈએ કે કંપની એક્ટની કલમ 132માં ઓથોરિટીને સૂચિત કરવાની જોગવાઈ છે. આનાથી ઓથોરિટી પાસે CA સામે પગલાં લેવાની સત્તા હશે.

સરકારનો શેલ કંપનીઓ પર સિકંજો

શેલ કંપનીઓ પર સિકંજો કસતી સરકારે એક નવો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ શેલ કંપનીઓ અથવા તેમના પ્રમોટર સંપત્તિ વેચી શકતા નથી. સીએનબીસી આવાઝના વિશિષ્ટ સમાચાર મુજબ, કેન્દ્ર સરકારે રાજ્યોને એડવાઇઝરી આપી છે કે શેલ કંપનીઓ તરફથી થતા મિલકતના વેચાણ પર પ્રતિબંધ મૂકવો.

કેન્દ્રએ આ એડવાઇઝરીમાં જણાવ્યું છે કે રાજ્યે કંપનીઓની મિલકત રજિસ્ટ્રી સાથે મેળ ખાતી કંપનીઓની મિલકત રજિસ્ટ્રીનો ટ્રૅક રાખવો. રેવન્યુ અધિકારીઓ શેલ કંપનીની સૂચિ સાથે આને મેચ કરશે. આ યાદીમાં નામ ન હોવાથી રજિસ્ટ્રી થશે. આમાં રેવન્યુ અધિકારી લેખિતમાં ક્લીન ચીટ આપશે.
First published: