સાક્ષી પછી BJPના આ વરિષ્ઠ નેતાની પૌત્રીએ કહ્યું 'જીવનો જોખમ છે!'

સાક્ષી મિશ્રા પછી ભાજપના આ નેતાની પૌત્રીએ કહ્યું જાતિ બહાર લગ્ન કર્યા છે હવે મને મારા દાદાથી ખતરો છે!

News18 Gujarati
Updated: July 16, 2019, 12:14 PM IST
સાક્ષી પછી BJPના આ વરિષ્ઠ નેતાની પૌત્રીએ કહ્યું 'જીવનો જોખમ છે!'
દીક્ષા અગ્રવાલ
News18 Gujarati
Updated: July 16, 2019, 12:14 PM IST
ભાજપના ધારાસભ્ય રાજેશ મિશ્રાની પુત્રી સાક્ષી મિશ્રાના વીડિયો અને તે પછીનો વિવાદ જ્યાં હજી શાંત નથી થયો. ત્યાં જ ભાજપના અન્ય એક વરિષ્ઠ નેતાની પૌત્રીએ પણ આવી જ રીતે વીડિયો રજૂ કરી પોતાના જીવના જોખમની વાત કહી છે. ઉલ્લેખનીય છે કે સાક્ષી મિશ્રાએ દલિત યુવક સાથે લગ્ન કરી વીડિયો રજૂ કર્યો હતો કે તેને અને તેના પતિના જીવને જોખમ છે. જે બાદ હવે પ્રયાગરાજના ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ડેપ્યૂટી મેયર મુરારી લાલ અગ્રવાલની પૌત્રીનો પણ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં તેજીથી વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં મુરારી લાલ અગ્રવાલની પૌત્રી દીક્ષા અગ્રવાલે કહ્યું છે કે મને મારા દાદાથી ખતરો છે! તેણે કહ્યું કે તેના ભાજપી દાદા તેમની સત્તાનો ઉપયોગ કરી તેને અને તેના પતિને ધમકાવી રહ્યા છે. અને તેનાથી તેમના લગ્નજીવન પર સંકટના વાદળો છવાઇ ગયા છે. વધુમાં વીડિયોમાં દીક્ષાએ કહ્યું છે કે જો ભવિષ્યમાં તેના પતિ કે સાસરી પક્ષના કોઇ પણ વ્યક્તિ સાથે કંઇ અયોગ્ય થાય છે તો તે માટે તેના દાદા અને તેનો પરિવાર જવાબદાર રહેશે.

નોંધનીય છે કે મુરારીલાલ અગ્રવાલ ભાજપના પ્રદેશ કાર્યસમિતિના સદસ્ય છે અને તે યુપીના ડેપ્યૂટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યના નજીકના માનવામાં આવે છે. દીક્ષા અગ્રવાલે તેના વીડિયોમાં પોતાના નામ સાથે "રાજપૂત" શબ્દ પણ જોડ્યો છે.

જો કે આ પર મુરારીલાલે સ્પષ્ટતા આપતા કહ્યું છે કે તેની પૌત્રીના પતિ ઋતુરાજે તેને ભોળવીને તેની સાથે લગ્ન કર્યા છે. અને દબાણ લાવી દીક્ષા પાસે આ વીડિયો કરાવ્યો છે. વધુમાં તેણે દીક્ષાના પ્રાણને તેના પતિ અને સાસરી પક્ષથી ખતરો હોવાની વાત પણ કહી છે. વધુમાં તેમણે કહ્યું છે કે દીક્ષાએ પોતાની મરજીથી લગ્ન કર્યા છે અને તેમણે તો આ બંનેને આશીર્વાદ પણ આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે પ્રયાગરાજથી દીક્ષા પાંચ જુલાઇના રોજ ઇન્ટીરિયર ઇસ્ટીટ્યૂટ જવા નીકળી હતી. જ્યાંથી તે પરત ના ફરી અને ભોપાલમાં જ પાંચ જુલાઇના રોજ તેમણે લગ્ન કરી લીધા. દીક્ષાનો પતિ ઋતુરાજ એન્જીનિયર છે. જો કે લગ્ન પછી દીક્ષાએ પણ ત્રણ વીડિયો જાહેર કરી પોતે પોતાના લગ્નજીવનમાં સુખી હોવા અને પિયર પક્ષ તરફથી ધાક ધમકી આપવાનો આરોપ મૂક્યો છે. જે બાદ ભાજપના વધુ એક નેતા વિવાદમાં સપડાયા છે.
First published: July 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...