એમએસ ધોની BJPમાં સામેલ થશે કે નહીં, જેપી નડ્ડાએ કહી આવી વાત

એમએસ ધોની BJPમાં સામેલ થશે કે નહીં, જેપી નડ્ડાએ કહી આવી વાત

ઝારખંડમાં બીજેપી સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે

 • Share this:
  ઝારખંડમાં બીજેપી સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. આ દરમિયાન ભાજપાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા બે દિવસીય રાંચીના પ્રવાસે છે. ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની (માહી)ના ભાજપામાં સામેલ થવાના સમાચાર પણ જેપી નડ્ડાએ કહ્યું હતું કે પાર્ટીની અંદર કલાકાર પણ છે, ખેલાડી પણ છે. આવા સમયે પાર્ટી બધાનું સ્વાગત કરે છે.

  જેપી નડ્ડાએ સદસ્યતા અભિયાનની સમક્ષા કરી હતી અને વિધાનસભાની ચૂંટણીને લઈને પાર્ટીના નેતાઓ સાથે રણનિતી પણ બનાવી હતી. આ દરમિયાન જિલ્લાથી લઈને પ્રદેશ સ્તર સુધીના નેતાઓ અને પાર્ટીના સાંસદો-ધારાસભ્યોને સદસ્યતા અભિયાનનું વિશેષ હોમવર્ક આપ્યું હતું. જેમાં વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી દરેક સ્થિતિમાં 65 પ્લસના લક્ષ્યને પાર પાડી શકે.

  આ પણ વાંચો - CM અમરિંદર સાથે અણબનાવ, નવજોત સિદ્ધુએ મંત્રીપદેથી રાજીનામું આપ્યું

  યુવાઓને આપવામાં આવશે મહત્વ
  દિલ્હી રવાના થતા પહેલા જેપી નડ્ડાએ પ્રદેશ ભાજપા કાર્યાલયમાં કહ્યું હતું કે સંગઠનમાં યુવાઓને મહત્વ આપવામાં આવશે. પાર્ટીને સર્વવ્યાપી અને સર્વસ્પર્શી બનાવવામાં આવશે. મુખ્યમંત્રી રઘુવર દાસના કામની પ્રશંસા કરતા જેપી નડ્ડાએ કહ્યું હતું કે ઝારખંડ વિકાસના રસ્તે ઝડપથી વધી રહ્યું છે.
  Published by:Ashish Goyal
  First published: