રાફેલ ડીલ: રાહુલ ગાંધીના પડકાર પર રક્ષામંત્રીએ આપ્યો આવો જવાબ

રાફેલ ડીલ: રાહુલ ગાંધીના પડકાર પર રક્ષામંત્રીએ આપ્યો આવો જવાબ

રાહુલ ગાંધીના આરોપ પછી રક્ષા મંત્રીએ ટ્વિટ કરીને કોંગ્રેસ અધ્યક્ષ પર દેશને ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો

 • Share this:
  કોંગ્રેસે રવિવારે રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ પર આરોપ લગાવ્યો છે કે હિન્દુસ્તાન એયરોનોટિક્સ લિમિટેડને એક લાખ કરોડ રુપિયાની ખરીદીનો આદેશ આપ્યો છે તે મુદ્દે તેઓ ખોટું બોલ્યા છે. એચએએલનું કહેવું છે કે તેમને એક પૈસા પણ મળ્યો નથી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક દિવસ પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો હતો કે તેમણે એચએએલને કમજોર કરી દીધી છે. આના એક દિવસ પછી પાર્ટીએ આરોપ લગાવ્યો છે.

  ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રક્ષા ક્ષેત્રની સરકારી કંપની એચએએલ આર્થિક સંકટથી ઝઝુમી રહી છે અને પોતાના કર્મચારીઓને પગાર આપવા માટે પૈસા ઉધાર લેવા મજબૂર છે. આ રિપોર્ટ પ્રમાણે HALના એક અધિકારીએ કહ્યું હતું કે એક લાખ કરોડ રુપિયામાંથી એચએએલને એક પૈસો પણ મળ્યો નથી કારણ કે કોઈ આદેશ પર હસ્તાક્ષર થયા નથી.  રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે જ્યારે તમે ખોટુ બોલો છો તો તેને છુપાવવા માટે એક પછી એક સતત ખોટુ બોલવું પડે છે. રાફેલ મામલામાં પીએમ મોદીને બચાવવાની હડબડીમાં રક્ષામંત્રી સંસદમાં ખોટુ બોલ્યા છે. કાલે રક્ષા મંત્રી HALને 1 લાખ કરોડનો ઓર્ડરની સાબિત લઈને આવે અથવા રાજીનામું આપી દે.  રાહુલ ગાંધીના આરોપ પછી રક્ષા મંત્રીએ ટ્વિટ કરીને કોંગ્રેસ અધ્યક્ષ પર દેશને ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો છે. રક્ષા મંત્રીએ એ યાદી આપી છે કે HALને કેટલા ઓર્ડર આપવામાં આવ્યા છે અને કેટલા પાઇપલાઇનમાં છે. સીતારમણે ટ્વિટ કર્યું હતું કે એ શરમની વાત છે કે કોંગ્રેસ અધ્યક્ષ દેશને ગુમરાહ કરી રહ્યા છે. HALએ 2014થી 2018 વચ્ચે 26,570.0 કરોડ રુપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને 73,000 કરોડ રુપિયાના કોન્ટ્રાક્ટ પાઇપલાઇનમાં છે. શું રાહુલ ગાંધી સદનમાં દેશની માફી માંગશે?
  Published by:Ashish Goyal
  First published: