ઉત્તર પ્રદેશમાં યુવાનની શહીદી પછી ગામે ‘વિકાસ’ જોયો

શહિદ થયેલા 30 વર્ષનાં જવાન પંકજ કુમાર ત્રિપાઠી

થોડા દિવસ પહેલા થયેલા આતંકવાદી હુમલામાં શહિદ થયેલા 30 વર્ષનાં જવાન પંકજ કુમાર ત્રિપાઠીનાં ઉત્તરપ્રદેશમાં આવેલા ગામે તેમની શહિદી પછી વિકાસ જોયો

 • Share this:
  ઉત્તર પ્રદેશ: થોડા દિવસ પહેલા થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 30 વર્ષનાં જવાન પંકજ કુમાર ત્રિપાઠીનાં ઉત્તરપ્રદેશમાં આવેલા ગામે તેમની શહિદી પછી વિકાસ જોયો. તેમનું ગામ નેપાળ સરહદ પર આવેલુ છે અને તેનું નામ છે મહારાજગંજ.

  આ ગામની શાળાની સ્થિતિ આજદીન સુંધી બદતર હતી. ગામ લોકોએ વારંવાર રજૂઆત કરવા છતાં તેના તરફ કોઇએ ધ્યાન આપ્યુ નહોતુ પણ હવે આ શાળાનું રિપેરીંગ કામ શરૂ થયુ છે અને આ શાળાને શહિદ પંકજ કુમાર નામ આપવામાં આવ્યુ છે. આ સિવાય, શહિદ પંકજ કુમારનાં ઘર સુધીનો રસ્તો પણ નવો બનાવાઇ રહ્યો છે.

  ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શહિદ પંકજ કુમારનાં ઘરની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ તેમણે ગામનાં વિકાસનાં કાર્યો માટે વચન આપ્યુ હતું.

  પંકજ કુમારે 10 ફેબ્રુઆરીનાં રોજ બે મહિનાની છૂટ્ટી પછી ફરજ પર પાછા ફર્યા હતા. પંકજનાં ઘેર થોડા દિવસો પહેલા જ બીજા સંતાનનો જન્મ થયો હતો. પંકજે તેની પત્નિ રોહીણીને એવુ વચન આપ્યુ હતું કે, હું થોડા દિવસો પછી વિશેષ રજા લઇને આવીશ અને ગામમાં જ્યાફત કરીશું.

  પંકજ કુમાર ત્રિપાઠી 2012નાં વર્ષમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં જોડાયા હતા. હાલ તેઓ ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હતા. 2014માં તેમની નેશનલ સિક્યોરિટી ગાર્ડ તરીકે પસંદગી થઇ હતી પણ તેઓ ફાઇનલ લિસ્ટમાં પસંદગી પામી શક્યતા નહોતા.

  શહીદ પંકજ કુમારનાં ગામમાં હાલ વિવિધ વિકાસનાં કામોએ વેગ પકડ્યો છે. કેમ કે, નેતાઓ આ ગામની મુલાકાતે આવવા લાગ્યા છે.
  Published by:Kaushal Pancholi
  First published: