Home /News /india /હરિયાણામાં મુસ્લિમોએ કહ્યું: મસ્જિદો પરના દબાણો દૂર કરો, નમાઝ માટે જગ્યા આપો

હરિયાણામાં મુસ્લિમોએ કહ્યું: મસ્જિદો પરના દબાણો દૂર કરો, નમાઝ માટે જગ્યા આપો

હરિયાણાની મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે મુસ્લિમોને કહ્યુ હતુ કે જાહેર રસ્તાઓ પર નમાઝ ન પઢો. તેમના આ નિવદેન બાદ હરિયાણાના વક્ફ બોર્ડ અને મુસ્લિમોએ એક પત્ર લખીને સરકારને કહ્યું છે કે, ઘણી મસ્જિદો પર દબાણ થયેલા છે. એટલે સરકાર આ દબાણો હટાવે.

મુસ્લિમોએ આ પત્ર ગુરુગ્રામના જિલ્લા વહીવટીતંત્રને પત્ર લખ્યો હતો અને કહ્યુ હતુ કે, મસ્જિદોની સંખ્યા ઓછી છે એટલા માટે લોકોએ નમાઝ પઢવા માટે રસ્તા ઉપર બેસવું પડે છે. આથી, ગુરુગ્રામ વિસ્તારમાં 20 જેટલી મસ્જિદો છે જેના પર દબાણ થયેલુ છે. આ દબાણ દૂર કરો.

"હરિયાણામાં રસ્તાઓ પર મુસ્લિમો નમાઝ પઢે છે તેનો ઘણા બધા સમાજે વિરોધ કર્યો છે. એટલા માટે નમાઝ પઢવા માટે મસ્જિદો ઉપલબ્ધ હોય તે જરૂરી છે. આથી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે, જે મસ્જિદોનો ગેરકાયદેસર રીતે કબ્જો લઇ લેવામાં આવ્યો છે તેને પોલીસની મદદથી મુક્ત કરો. જેથી મુસ્લિમો ત્યાં નમાઝ પઢી શકે. હરિયાણા વક્ફ બોર્ડ આ મસ્જિદોનો મરમત્ત ખર્ચ ઉપાડી લેશે"

છેલ્લા ઘણા દિવસોથી શુક્રવારની નમાઝ દરમિયાન હરિયાણામાં નમાઝમાં ખલેલ પહોંચી રહી છે. હરિયાણા સરકાર જાહેર જગ્યાઓ નમાઝ પઢવા માટે ઉપયોગ કરી શકાય નહીં. મનોહરલાલ ખટ્ટરે આ અગાઉ કહ્યું હતુ કે, નમાઝ મસ્જિદમાં જ અદા કરવી જોઇએ.

અથવા તો વ્યક્તિગત જગ્યાઓ પર કરવી જોઇએ એવો મારો મત છે. લોકોને તકલીફ ન પડે એટલા માટે આ યોગ્ય નથી. ખટ્ટરના આ નિવદેનથી મુસ્લિમો નારાજ થયા હતા અને કહ્યું કે, આ ધર્મ સ્વતંત્રતાનો મામલો છે.

ગુરુગ્રામની જામા મસ્જિદના હાજી અહેમદે જણાવ્યું હતુ કે, દુનિયાભરમાં શુક્રવારની નમાઝ રસ્તાઓ ઉપર જ પઢવામાં આવે છે. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે, અમને યોગ્ય જગ્યા આપો. જગ્યા નથી એટલે લોકો રસ્તાઓ પર નમાઝ પઢવા મજબૂર થાય છે.
First published:

Tags: Manohar lal khattar, Muslims, હરિયાણા