આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં CBIના પ્રવેશ પર પ્રતિબંધ!

News18 Gujarati
Updated: November 17, 2018, 10:37 AM IST
આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં CBIના પ્રવેશ પર પ્રતિબંધ!
એન ચંદ્રબાબૂ નાયડૂ, મમતા બેનરજી (ફાઇલ તસવીર)

સીબીઆઈ વિરુદ્ધ સીબીઆઈના બનાવ બાદ રાજ્ય સરકારોને સીબીઆઈ પરથી ભરોશો ઉઠી ગયો.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતીઃ પશ્ચિમ બંગાળ સરકારે દેશની સૌથી મોટી તપાસ એજન્સી સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન) શુક્રવારે રાજ્યમાં દરોડાં પાડવા અથવા તપાસ કરવાની 'મંજૂરી' પરત લઈ લીધી છે. રાજ્યના સચિવાલયના ઉચ્ચ અધિકારીએ આ માહિતી આપી હતી. પશ્ચિમ બંગાળ પહેલા આંધ્ર પ્રદેશ સરકાર તરફથી પણ આવો જ નિર્ણય લેવામાં આવ્યો છે.

આંધ્ર પ્રદેશ સરકારની જાહેરાત બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બનેરજીએ પણ આ મુદ્દે આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. મમતાએ કહ્યું કે, "ચંદ્રબાબૂ નાયડૂએ બરાબર કર્યું છે. ભાજપા પોતાના રાજકીય હિતો અને બદલાની ભાવનાથી સીબીઆઈ અને બીજી એજન્સીઓનો ઉપયોગ કરી રહ્યો છે."

પશ્ચિમ બંગાળમાં વર્ષ 1989માં તત્કાલિન ડાબેરી મોર્ચા સરકારે સીબીઆઈને આ અંગેની મંજૂરી આપી હતી. અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે શુક્રવારે સરકારના હુકમ બાદ હવે સીબીઆઈએ કોર્ટના આદેશ સિવાયના અન્ય કેસની તપાસ કરવા માટે રાજ્ય સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે. સીબીઆઈ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિસમેન્ટ કાયદા અંતર્ગત કામ કરે છે.

આ પણ વાંચોઃ મમતાએ કહ્યું 'ભાજપ ઇતિહાસ, નામ, નોટ, સંસ્થા ચેન્જર પણ ગેમ ચેન્જર નથી'

આંધ્ર પ્રદેશમાં સરકારના આદેશ વગર સીબીઆઈ નહીં કરી શકે પ્રવેશઃ નાયડૂ

આંધ્ર પ્રદેશમાં સીબીઆઈની ટીમે કોઈ પણ કેસની તપાસ માટે રાજ્યમાં પ્રવેશ કરતા પહેલા સરકારની મંજૂરી લેવી પડશે. રાજ્યની ચંદ્રબાબૂ નાયડૂ સરકારે શુક્રવારે એક નિવેદન બહાર પાડીને આ અંગેની જાણકારી આપી હતી. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું હતું કે કેન્દ્રીય તપાસ એજન્સીના કોઈ પણ અધિકારીએ આંધ્ર પ્રદેશમાં પ્રવેશ કરતા પહેલા રાજ્ય સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે. રાજ્ય સરકારે આ અંગે એક જાહરનામું પણ બહાર પાડ્યું છે.જાહેરનામાં રાજ્ય સરકારે કહ્યું છે કે દિલ્હી પોલીસ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ 1946ને પરત લઈ લેવામાં આવ્યો છે. આંધ્ર પ્રદેશના આંતરિક સૂત્રોનું માનવું છે કે સીબીઆઈ વિરુદ્ધ સીબીઆઈ કેસ બાદ કેન્દ્રીય તપાસ એજન્સી પરથી રાજ્ય સરકારનો ભરોશો ઉઠી ગયો છે. આ માટે આવો નિર્ણય લેવામાં આવ્યો છે.
First published: November 17, 2018, 10:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading