કારમાં પરાજય પછી સપાની બેઠક, સંરક્ષક મુલાયમ પણ રહ્યા હાજર

News18 Gujarati
Updated: May 27, 2019, 5:36 PM IST
કારમાં પરાજય પછી સપાની બેઠક, સંરક્ષક મુલાયમ પણ રહ્યા હાજર
કારમાં પરાજય પછી સપાની બેઠક, સંરક્ષક મુલાયમ પણ રહ્યા હાજર

બસપા સાથે ગઠબંધન હોવા છતા સમાજવાદી પાર્ટીને ફક્ત પાંચ સીટો મળી

  • Share this:
બસપા સાથે ગઠબંધન કરવા છતા લોકસભા ચૂંટણીમાં મળેલા પરાજય પછી સમાજવાદી પાર્ટીમાં સમીક્ષાઓ કરવામાં આવી રહી છે. સોમવારે રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે લખનઉમાં પાર્ટી મુખ્યાલય પર પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન સપાના સંરક્ષક મુલાયમ સિંહ યાદવ પણ હાજર રહ્યા હતા.

કહેવામાં આવે છે કે પરાજય પછી અખિલેશ યાદવ પાર્ટી સંગઠનમાં મોટો ફેરફાર કરી શકે છે. સાથે પ્રદેશ અધ્યક્ષ પણ બદલાવવામાં આવી શકે છે. આટલું જ નહીં બધા સ્ટુડન્ટ યૂનિટના અધ્યક્ષો અને જિલ્લાધ્યક્ષોને પણ બદલવામાં આવી શકે છે. કામ ન કરી રહેલા નેતાઓને બહાર કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો - હાર બાદ કોંગ્રેસમાં ઘમાસાણ, ગેહલોત Vs પાયલટ યુદ્ધ ફરી શરૂ?

ઉલ્લેખનીય છે કે બસપા સાથે ગઠબંધન હોવા છતા સમાજવાદી પાર્ટીને ફક્ત પાંચ સીટો મળી હતી. આટલું જ નહીં સપાના ગઢ ગણાતા કનૌજ, બદાયુ અને ફિરોઝાબાદમાં પરિવારનો સભ્યો પણ હારી ગયા છે. કહેવાઈ રહ્યું છે કે પાર્ટીમાં જમીન સાથે જોડાયેલ નેતાઓની અનદેખી કરવાના કારણે પાર્ટીએ ભોગવવું પડી રહ્યું છે. અખિલેશ હવે 2022ની વિધાનસભા ચૂંટણી અને 11 સીટો પર યોજાનારી પેટા ચૂંટણી પહેલા સંગઠનને મજબૂત કરવામાં લાગી ગયા છે.

સૂત્રોના મતે અખિલેશ યાદવ મુલામય સિંહ યાદવની જેમ હવે સંગઠનને મજબૂત કરી શકે છે. સંગઠનનું સ્ટ્રક્ચર એવું જ હશે જેવું ક્યારેક મુલાયમ સિંહના સમયે હતું. જેમાં કુર્મીના મોટા નેતા તરીકે બેની પ્રસાદ વર્મા હતા. મુસ્લિમ નેતા તરીકે આઝમ ખાન, બ્રાહ્મણ ચહેરા તરીકે જનેશ્વર મિશ્ર અને રાજપૂત નેતા તરીકે મોહન સિંહ હતા. વર્તમાન સમયમાં પાર્ટી પાસે આવા નેતા નથી.
First published: May 27, 2019, 5:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading