MP પછી છત્તીસગઢમાં પણ ખેડૂતોનું દેવું માફ, CMએ કરી અન્ય બે મોટી જાહેરાત

News18 Gujarati
Updated: December 18, 2018, 8:37 AM IST
MP પછી છત્તીસગઢમાં પણ ખેડૂતોનું દેવું માફ, CMએ કરી અન્ય બે મોટી જાહેરાત
શપથગ્રહણ સમયની તસવીર

મુખ્યમંત્રી પદનાં શપથ ગ્રહણ પછી ભૂપેશ બઘેલે પણ કેબિનેટ બેઠક કરીને કમલનાથનાં પગલે ખેડૂતોનાં દેવા માફી કરી દીધી છે.

  • Share this:
મધ્ય પ્રદેશમાં દેવા માફીનાં થોડા કલાકો પછી જ છત્તીસગઢમાં પણ ખેડૂતોનું દેવુ માફ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી પદનાં શપથ ગ્રહણ પછી ભૂપેશ બઘેલે પણ કેબિનેટ બેઠક કરીને કમલનાથનાં પગલે ખેડૂતોનાં દેવા માફી કરી દીધી છે. આ ઉપરાંત કેબિનેટની બેઠકમાં ઝીરમ ઘાટી કાંડની એસઆઈટી દ્વારા તપાસ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભૂપેશ બઘેલની કેબિનેટમાં ત્રીજો મોટો નિર્ણય ડાંગર પર લેવામાં આવ્યો. રાજ્યમાં જ્યારે ખેડૂતોને ડાંગરનાં અઢી હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કિંમત મળશે.

આ પહેલા જ મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રીની કમાન સંભાળતા જ કમલનાથે પણ ખેડૂતોનું દેવુ માફ કર્યું હતું. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ પોતાના મેનિફિસ્ટોમાં પ્રજાને વચન આપ્યું હતું કે તેમાં સૌથી અગત્યનું વચન ખેડૂતોના દેવામાફીનું જ હતું.

આ પણ વાંચો: નાના કાર્યકરો ચૂંટણી પછી ઝઘડી પડે, મોટા નેતા આવી રીતે ભેટી પડે

ભૂપેશ બઘેલે કેબિનેટની બેઠક બાદ નિર્ણયની માહિતી આપતા કહ્યું કે તેમની સરકારે જે વચન આપ્યા તે નિભાવી રહી છે. તેમણે કહ્યું કે દેવા માફી દ્વારા ખેડૂતોના 6100 કરોડ રૂપિયા દેવા માફ કરાશે. હજુ ખેડૂતોની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.



MPમાં 3 મોટા નિર્ણય લેવાયા

મધ્યપ્રદેશના સીએમ કમલનાથે પહેલાં જ દિવસે ખેડૂતોના દેવા માફ કર્યા બાદ વધુ બે મોટા નિર્ણય લીધા. સરકારે મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી કન્યાદાન યોજનાની રકમને 28000થી વધારીને 51000 કરી દીધી. આ સિવાય ત્રીજો મોટો નિર્ણય નવા ઉદ્યોગો સ્થાપવા પર કે મધ્યપ્રદેશમાં રોકાણ કરવા પર ઉદ્યોગપતિઓને માત્ર ત્યારે જ સબ્સિડી મળશે જ્યારે ઉદ્યોગોમાં 70 ટકા રોજગારી સ્થાનિક લોકોને અપાશે.

કમલનાથના દેવામાફીનાં નિર્ણય હેઠળ મધ્ય પ્રદેશના ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીના દેવા માફ થશે. તેનાથી 40 લાખ ખેડૂતોને ફાયદો થશે. દેવા માફીનો હાલના અને ડિફોલ્ટર ખેડૂતોને પણ ફાયદો થશે. સહકારીની સાથે જ રાષ્ટ્રીય બેંકો સાથે પણ આ વિશે ચર્ચા કરવામાં આવી છે.

મુખ્યમંત્રી કમલનાથે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું કે, આ પદ સંભાળ્યા બાદ મેં પહેલી સહી દેવા માફીની ફાઇલમાં કરી હતી. કમલનાથે કહ્યું કે, મધ્ય પ્રદેશમાં બિહાર, ઉત્તર પ્રદેશ જેવા અન્ય રાજ્યોમાંથી આવતા લોકોના કારણે સ્થાનિકોને રોજગાર નથી મળતો. તેમણે કહ્યું કે રાજ્યમાં રોકાણ કરનારાઓને પ્રોત્સાહનની સ્કીમ ત્યારે જ લાગુ થશે જો રાજ્યના 70 ટકા લોકોને રોજગારી મળશે.
First published: December 18, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...