રાફેલ પર ઓલાંદનાં દાવાથી હડકંપ, રાહુલ બોલ્યા- PMએ સૈનિકોનાં લોહીનું અપમાન કર્યુ

News18 Gujarati
Updated: September 22, 2018, 10:05 AM IST
રાફેલ પર ઓલાંદનાં દાવાથી હડકંપ, રાહુલ બોલ્યા- PMએ સૈનિકોનાં લોહીનું અપમાન કર્યુ
રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ (ફાઇલ ફોટો)

ભારતીય મીડિયામાં ઓલાંદનું નિવેદન આવ્યાનાં થોડા સમય બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ રાફેલ ડિલને બંધ બારણાની ડિલમાં બદલી નાંખી છે જે છડે ચોક હોવી જોઇતી હતી.

  • Share this:
નવી દિલ્હી: રાફેલ ડિલ મામલે ફ્રાન્સનાં પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વ ઓલાંદનાં સંવેદનાત્મક દાવા બાદ વિપક્ષે શુક્રવારે કેન્દ્ર સરકારને ફરી એક વખત આડે હાથ લીધી હતી. ઓલાંદે કહ્યું કે, આ ડિલનાં ઓફસેટ ભાગીદારનાં રૂપમાં એક પ્રાઇવેટ કંપનીનો પ્રસ્તાવ મોદી સરકારે કર્યો હતો. અને અમારી ફ્રાન્સની પાસે અન્ય કોઇ વિકલ્પ ન હતો. ભારતીય મીડિયામાં ઓલાંદનાં નિવેદન આવ્યાનાં થોડા સમયમાં જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પ્ધાનમંત્રીએ રાફેલ ડિલને બંધ બારણાની ડિલમાં બદલી નાંખી છે જે છડે ચોક હોવી જોઇતી હતી.

રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યુ કે, 'પ્રધાનમંત્રીએ રાફેલ ડિલ પર અંગત રીતે વાતચીત કરી અને બંધ બારણે સોદો પતાવી દીધો. ફ્રાંસ્વા ઓલાંદનાં કારણે આપણને માહિીત મળી કે મોદીએ અંગત રીતે અરબો ડોલરનો એક સોદો એક બેંકરપ્ટને આપી દીધો છે'

આ પણ વાંચો- PM પર કમેન્ટને લઇને રાહુલ પર ભડકી સ્મૃતિ, કહ્યું- આપ કરી રહ્યાં છો નિમ્ન કક્ષાનું રાજકારણ

ગાંધીએ કહ્યું કે, 'વડાપ્રાધને ભારત સાથે વિશ્વાસઘાત કર્યો છે. અને તેમણે સૈનિકોનાં લોહીનું અપમાન કર્યુ છે.'કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા પી.ચિદંબરમે કહ્યું કે, ફ્રાન્સનાં પૂર્વ રાષ્ટ્રપતિએ દાવો કર્યો છે કે શુ મોદી સરકાર કોઇ નવું જુઠ્ઠાણુ લઇને આવશે.

ચિદંબરમે ટ્વિટ કરી કે, 'NDA દ્વારા કરવામાં આવેલા રાફેલ વિમાન સોદામાં આપણને કોઇ વિમાન નથી મળ્યા. આપણને ફક્ત જુઠ્ઠાણુ જ મળ્યુ છે, ઓળાંદનાં જવાબમાં સરકાર શું કંઇ નવું જુઠ્ઠુ લઇને આવશે? રક્ષામંત્રીને ફરી પડકાર મળ્યો છે. આ વખતે ફ્રાન્સનાં તત્કાલીન રાષ્ટ્રપતિ ઓલાંદ તરફથી'તો દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, સરકાર રાફેલ વિમાન ડિલની સત્યતા છુપાવી રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મુકી રહી છેબીજી તરફ માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા)નાં મહાસચિવ સીતારામ યેચુરીએ પણ આખા મામલે સત્ય જાહેર કરવાની માંગણી કરી છે.

Published by: Margi Pandya
First published: September 22, 2018, 8:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading