કોણ છે આ વ્યક્તિ, જેણે TRAI ચીફના ડેટા કર્યા લીક અને PMને આપી ચેલેન્જ

ઇલિયટ એલ્ડરસને માર્ચમાં આધારના મોબાઇસ એપને મિનિટભરમાં હેક કરી દાવો કર્યો હતો કે, 'તેમની પાસે 22 હજાર આધાર કાર્ડ ડિટેઇલ્સ છે

  • Share this:
    ટ્રાયના (Telecom Regulatory Authority of India) અધ્યક્ષ આર.એસ. શર્માએ શનિવારે ટ્વિટર પર પોતાનો આધાર કાર્ડ નંબર જાહેર કરીને તેમની અંગત જાણકારી લીક કરવાની ચેલેન્જ આપી હતી. આ ચેલેન્જના થોડા જ કલાકોમાં તેમની 10થી વધારે અંગત માહિતી લીક દેવામાં આવી. ઇલિયટ એલ્ડરસન સહિત કેટલીક સિક્યોરિટી સ્પેશ્યાલિસ્ટે શર્માએ આપેલો પડકાર સ્વિકાર્યો હતો. તેની શરૂવાત એલ્ડરસને કરી હતી.

    એલ્ડરસને સૌથી પહેલા શર્માનો ફોન નંબર લીક કર્યો. તેમણે ટ્વિટનો રિપ્લાઇ આપતા લખ્યું કે, 'તમારા આધાર સાથે જોડાયેલો ફોન નંબર 9985****** છે.' એલ્ડરસને ત્યાં સુધી કહી દીધું કે જે ફોન નંબર સાથે તેમનું આધારકાર્ડ જોડાયેલું છે તે તેમના સચિવનું છે. જે જાણકારી સરકારી વેબસાઇટ પર મુકેલો છે. થોડા જ સમય પછી એલ્ડરસને શર્માની ઇમેલ આઇડી, એકાઉન્ટ નંબર, એડ્રેસ, પાન નંબર સહિત ઘણી પર્સનલ તસવીરો પણ ટ્વિટર પર શેર કરી દીધી.

    આ ઉપરાંત એલ્ડરસને આરએસ શર્માના બેંક એકાઉન્ટમાં 1 રૂપિયો પણ જમા કરાવ્યો તેનો સ્ક્રિન શોટ પણ શેર કર્યો. જોકે આ અંગે UIDAIનું કહેવું છે કે હેકરે આની જાણકારી ગૂગલ પરથી લીધી. એલ્ડરસને ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ તેમનો આધાર નંબર શેર કરવાનો પડકાર ફેંક્યો. તેણે પહેલાથી જ આધાર કાર્ડની સુરક્ષા અંગે સવાલો કર્યા છે. તેઓ આવું કેમ કરે છે આધારમાં તેમનો રસ આટલો કેમ છે તે અંગે કોઇને કંઇ જાણકારી નથી.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ તેમનો આધાર નંબર શેર કરવાનો પડકાર ફેંક્યો




    ફ્રાંસના સિક્યોરિટી એક્સપર્ટ અને એપ ડેવલોપર
    એલ્ડરસનનું સાચું નામ રોબર્ટ બૈપટિસ્ટ છે. તેમના ટ્વિટર પ્રોફાઇલ પ્રમાણે તેઓ એક સિક્યોરિટી એક્સપર્ટ છે અને તેમનું પ્રોફેશન નેટવર્ક અને ટેલિકોમ્યુનિકેશન એન્જીનિયર છે. આવા ખુલાસા કરવા અંગે તેમનું કહેવું છે કે તેઓ આ બધું એટલા માટે કરે છે કે જેનાથી સિક્યોરિટી સાથે જોડાયેલી ખામીઓને દૂર કરવામાં આવે. આ આખા પ્રોસેસને ટ્રાંસપરન્ટ રાખવા માટે તેઓ જાહેરમાં જ તે ઓર્ગોનાઇઝર સાથે વાત કરે છે.

    પહેલા આધાર એપને કર્યું હતું હેક
    ઇલિયટ એલ્ડરસને માર્ચમાં આધારના મોબાઇસ એપને મિનિટભરમાં હેક કરી દાવો કર્યો હતો કે, 'તેમની પાસે 22 હજાર આધાર કાર્ડ ડિટેઇલ્સ છે. તે ઉપરાંત તેમણે વડાપ્રધઆન મોદીની 'NaMo App' અને કોંગ્રેસની 'INC App' એપની સુરક્ષાઓ પર પણ સવાલો ઉઠાવ્યાં હતાં. '
    Published by:Kaushal Pancholi
    First published: