સાથી પક્ષોને મનાવવા લાગી BJP,અમિત શાહ ઉદ્ધવ ઠાકરે સાથે કરશે મુલાકાત

News18 Gujarati
Updated: June 5, 2018, 12:16 PM IST
સાથી પક્ષોને મનાવવા લાગી BJP,અમિત શાહ ઉદ્ધવ ઠાકરે સાથે કરશે મુલાકાત

  • Share this:
પેટાચૂંટણીમાં ખરાબ પરિણામોના લગભગ સપ્તાહ પછી બીજેપીથી નારાજ સહયોગી દળોને મનાવવાનું શરૂ કરી દીધું છે. આ દરમિયાન બીજેપી અધ્યક્ષ અમિત શાહ મુંબઇ જઇને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરશે. શિવસેના સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું કે શાહ અને ઠાકરે વચ્ચે ગુરૂવારે સાંજે છ કલાકે માતોશ્રીમાં મુલાકાત થશે.

મહારાષ્ટ્રના પાલઘર લોકસભા સીટ પર થયેલી પેટચૂંટણીમાં બંન્ને સહયોગી દળો વચ્ચે જોરદાર આરોપ-પ્રત્યારોપ જોવા મળ્યાં. પાલઘર સીટ પર બીજેપીએ સફળતા ચોક્કસ મેળવી પરંતુ જીતના એકદમ ઓછા અંતરે રાજ્ય અને કેન્દ્રની સત્તાધારી પાર્ટીની ઊંઘ ઉડાવી દીધી. કેન્દ્ર અને રાજ્ય સ્તર પર ઘણાં બીજેપી વિરોધી દળ એક સાથે આવતા દેખાય છે. જેના કારણે જ ભંડારા-ગોંદિયા સીટ પર એનસીપી-કોંગ્રેસે મળીને ચૂંટણી લડતા બીજેપીને હરાવી દીધી છે.

પાલઘર પેટાચૂંટણી દરમિયાન શિવસેનાએ ઇવીએમ અને વીવીપેટ મશીમોમાં ગડબડ અંગે બીજેપી અને ચૂંટણી આયોગ પર પણ નિશાનો સાધ્યો છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે સત્તાધારી પાર્ટીએ પોતાના ફાયદા માટે ઇવીએમમાં ગરબડી કરી છે.

એનડીએના નાના ઘટક દળોની કથિત અનદેખી અંગે શિવસેના સતત બીજેપી પર હુમલો કરે છે. શિવસેના સાંસદ સંજય રાઉતે તો પોતાની પાર્ટીને બીજેપીનો સૌથી મોટો રાજનૈતિક શત્રુ નક્કી કરી લીધો છે. તેમણે કહ્યું કે દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ બંન્નેને ઇચ્છતા નથી. કોંગ્રેસ કે જેડીએસ નેતા એચડી દેવગૌડાને સ્વીકાર કરી શકે છે.

અમિત શાહની ઉદ્ધવ ઠાકરે સાથે આ મુલાકાત એવા સમયમાં થવા જઇ રહી છે જ્યારે બિહારમાં જોકીહાટ વિધાનસભા સીટ પર આરજેડી ઉમેદવારથી હાર્યા પછી જેડીયૂએ લોકસભા ચૂંટણી માટે સીટ આપવા અંગે બીજેપી પર દબાણ વધારવાનું શરૂ કરી દીધું છે.
First published: June 5, 2018, 11:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading