Home /News /india /કેન્દ્ર બાદ રાજ્ય સરકારે પણ કિંમતમાં કર્યો ઘટાડો, ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલમાં રૂ. 5નો ઘટાડો

કેન્દ્ર બાદ રાજ્ય સરકારે પણ કિંમતમાં કર્યો ઘટાડો, ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલમાં રૂ. 5નો ઘટાડો

પેટ્રોલ-ડીઝલ કિંમત

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ રહેલા સતત વધારાને લઈને દેશભરમાં મોદી સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે.

નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈને કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલી મોટી જાહેરાત કરતા કેન્દ્ર સરકાર તરફથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રૂ. 2.50નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રૂ. 2.5નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ હિસાબે ગુજરાતના લોકોને પેટ્રોલ અને ડીઝલ રૂ. 5 સસ્તુ મળશે. આ અંગેની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરીને કરી હતી.

કેન્દ્ર સરકારે પોતાની એક્સાઇઝ  ડ્યૂટીમાં 1.50 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે, જ્યારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પોતાની કિંમતમાં રૂ. 1નો ઘટાડો કરશે. કુલ મળીને પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રૂ. 2.50નો ઘટાડો થયો છે.

સાથે જ જેટલીએ એવી પણ જાહેરાત કરી છે કે તેઓ રાજ્ય સરકારોને પણ વિનંતી કરશે કે પેટ્રોલ-ડીઝલ પર લગાવવામાં આવતા વેટના દરમાં ઘટાડો કરે.

ભાજપ શાસિત રાજ્યોમાં ભાવ ઘટી શકે

જેટલીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની જાહેરાત કરતા કહ્યું હતું કે, ગયા વર્ષે કેન્દ્રએ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં બે રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી ઓછી કરી હતી. આ વખતે ભાજપ શાસિત રાજ્યોએ પણ વેટના દરોમાં ઘટાડો કર્યો હતો. જેટલીની રૂ. 2.5ની ઘટાડાની જાહેરાત બાદ શક્યતા છે કે ભાજપ શાસિત રાજ્યો વેટમાં ઘટાડો કરી શકે છે. જેનાથી જે-તે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં રૂ. 2.5 કરતા વધારો ઘટાડો થઈ શકે છે.

ગુજરાતના લોકોને બેવડો ફાયદો

જેટલીની ભાવ ઘટાડાની અપીલ બાદ ગુજરાત સરકારે પણ પેટ્રોલ અને ડીઝલ પરના વેટની કિંમતમાં રૂ. 2.50નો ઘટાડો કર્યો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારના ભાવ ઘટાડાને ધ્યાનમાં લેતા ગુજરાતના લોકોને ભાવ ઘટાડાનો બેવડો ફાયદો મલશે. એટલે કે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ રૂ. 5 જેટલું સસ્તું થશે.
First published:

Tags: Diesel, Petrol, Price, Price rise, અરૂણ જેટલી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો