Home /News /india /આલોક વર્માનાં રાજીનામાં બાદ આ બની શકે છે CBIનાં નવાં 'બોસ'
આલોક વર્માનાં રાજીનામાં બાદ આ બની શકે છે CBIનાં નવાં 'બોસ'
જો સરકાર રાકેશ અસ્થાનાને CBIમાં સ્પેશલ ડિરેક્ટર બનાવવા ઇચ્છે છે તો વાય સી મોદીનો રસ્તો મુશ્કેલ થઇ શકે છે. કારણ કે, અસ્થાના અને વાય સી મોદી બંને 1984 બેચનાં IPC અધિકારી છે.
જો સરકાર રાકેશ અસ્થાનાને CBIમાં સ્પેશલ ડિરેક્ટર બનાવવા ઇચ્છે છે તો વાય સી મોદીનો રસ્તો મુશ્કેલ થઇ શકે છે. કારણ કે, અસ્થાના અને વાય સી મોદી બંને 1984 બેચનાં IPC અધિકારી છે.
નવી દિલ્હી: કેન્દ્રીય તપાસ એજન્સી CBIમાં સ્પેશલ ડિરેક્ટર આલોક વર્માને પદ પરથી હટાવવાની ઘટના પર સવાલ ઉઠતા તેમણે નવી જવાબદારી સ્વીકાર કરવાનો ઇન્કાર કરી દીધો છે. તેમણે શુક્રવારે નોકરીથી રાજીનામું આપી દીધુ છે. આલોક વર્માના રાજીનામાં બાદ CBIનાં નવાં ડિરેક્ટરની તપાસ શરૂ થઇ ગઇ છે. પરંપરા મુજબ, CBI ડિરેક્ટરને રિટાયર થાનાં એક મહિના પહેલાંજ તેમનાં ઉતરાધિકારીની તપાસ શરૂ કરી દેવામાં આવે છે. સૂત્રોની માનીયે તો મુખ્ય સતર્કતા આયુક્ત (CVC)નાં 10 અધિકારીઓએ એક પેનલ તૈયાર કરી છે જેમાં 1983,1984,1985ની બેચનાં અધિકારીઓ શામેલ છે.
લિસ્ટમાં નીરા મિત્રા ઉપરાંત ઉત્તર પ્રદેશ કેડરનાં 1983ની બેચનાં રાજીવ રાય ભટનાગર નામનાં અધિકારી પણ શામેલ છે. ભટનાગર આ સમયે CRPFમાં જનરલ ડિરેક્ટર છે. ઉત્તરપ્રદેશ કેડરનાં 1984ની બેચનાં અધિકારી રજનીકાંત મિશ્રા પણ CVCની લિસ્ટમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યાં છે. મિશઅરા આ સમયે BSFનાં જનરલ ડિરેક્ટરની જવાબદારી અદા કરી રહ્યાં છે. 1984 બેચનાં અસમ-મેઘાલય કેડરનાં વાય સી મોદીનું નામ પણ સીબીઆઇ ડિરેક્ટરની લિસ્ટમાં શામેલ છે.
સૂત્રોની માનીયે તો, સીબીઆઇ ડિરેક્ટર માટે અંતિમ નિર્ણય રીના મિત્રા અને વાય સી મોદીની વચ્ચે હોઇ શકે છે. મોદી પ્રધાનમંત્રી કેમ્પનાં અધિકારી માનવામાં આવે છએ. તેમને આ પહેલાં CBIમાં 10 વર્ષ કામ કરવાંનો અનુભવ છે. વાય સી મોદી 2002માં ગુજરાત રમખાણોની તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી ટીમમાં પણ હતાં. પણ 1984ની બેચનાં હોવાને કારણે તે દાવેદારીમાટે કમજોર કડી માનવામાં આવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, જો સરકાર રાકેશ અસ્થાનાને CBIમાં સ્પેશલ ડિરેક્ટર બનાવી રાખવા ઇચ્છે છે તો વાય સી મોદી માટે થોડી મુશ્કેલ થઇ શકે છે. કારણ કે, અસ્થાના અને વાય સી મોદી બંને 1984ની બેચનાં IPC અધિકારી છે. સરકારનાં નજીકનાં સૂત્રો રાકેશ અસ્થાનાની CBI ડિરેક્ટર બનવાની સંભાવનાને નકારતી નથી. પણ દિલ્હી હાઇકોર્ટે FIR રદ્દ ન કરી આ અંગે તપાસનાં આદેશ આપીને તેમનાં રસ્તામાં મુશ્કેલ ઉભી કરી દીધી છે.
એવામાં વાય સી મોદી કે કોઇપણ અન્ય જે 1984ની બેચનાં અધિકારી છે તેમનાં CBI ડિરેક્ટર બનવા પર રાકેશ અસ્થાનાને CBIથી બહાર જવું પડશે. હાલમાં જનરલ ડિરેક્ટર વીસીએસ સીવાય ડીજી રેન્કનું કોઇ જ પદ ખાલી નથી. વાઇસી મોદીનાં CBI ડિરેક્ટર હોવાથી NIAનાં જનરલ ડિરેક્ટરનું પદ પણ ખાલી થઇ જશે.
રાકેશ અસ્થાનાની પાસે હવે CBIનાં ડિરેક્ટર બનવાની એક તક છે. કારણ કે જેને પણ CBIનાં ડિરેક્ટર બનાવવામાં આવશે તેનું કાર્યકાળ જાન્યુઆરી 2021માં પૂર્ણ થઇ જશે. જ્યારે રાકેશ અસ્થાનાનું રિટાયર્મેન્ટ જુલાઇ 2021માં છે.
CBIની નિયક્તિમાં સરકાર તે નામને આગળ વધારશે. જેનાં પર ભારતનાં મુખ્ય ન્યાયાધીશની સહમતિ હશે. કારણકે ચૂંટણીનાં વર્ષમાં સરકારથી CBI ડિરેક્ટરની નિયુક્તિ પર કોંગ્રેસ પાસેથી સહમતિની આશા રાખવી અઘરી
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર