મોદી સરકારનો પૂરતો પ્રયત્ન છે કે જમ્મુ કાશ્મીરમાં શાંતિ સ્થાપિત થાય. આ માટે કેન્દ્ર સરકાર સતત પ્રયત્ન કરી રહ્યું છે. હવે ઝડપથી કાશ્મીર ઘાટીમાં શાંતિ માટે સરકાર એક મોટો પ્લાન તૈયાર કરી રહી છે.
સૂત્રોના મતે આવનાર દિવસોમાં જમ્મુ કાશ્મીરના IAS અને કાશ્મીર એડમિનિસ્ટ્રેટિવ સર્વિસિઝ (KAS)ના અધિકારી આર્ટિકલ 370 હટાવવાથી થનાર ફાયદાની જાણકારી ઓછામાં ઓછા 20-20 સ્થાનિક પરિવારો સુધી પહોંચાડશે. આ સિવાય આર્ટિકલ 370 હટ્યા પછી સ્થિતિઓમાં શું શું સુધારો આવશે તેના લેખા-જોખા અધિકારીઓ પરિવારને આપશે. આ ફાયદા વિશે બતાવવા માટે સરકાર ટીવી, રેડિયો અને બીજા પ્રચાર માધ્યમોનો સહારો પણ લેશે.
યોજનાઓ ઝડપથી પૂરી કરવા પર ધ્યાન અપાશે - જેટલી જાણકારી લોકોને આપવામાં આવશે તેટલી જ આ યોજનાઓને ઝડપી અને સફળ કાર્યાન્વયન ઉપર પણ ધ્યાન આપવામાં આવશે. આ માટે કાશ્મીર પ્રશાસનના અધિકારી અને ત્યાં નિયુક્ત IAS અધિકારી વિકાસ કાર્યોની સમીક્ષા કરશે અને પ્રયત્ન કરવામાં આવશે કે આ પ્રોજેક્ટ્સને ઝડપથી પૂરા કરવામાં આવે.
ઇન્વેસ્ટર સમિટનું આયોજન - આ સિવાય અહીં ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા માટે 12 થી 14 ઓક્ટોબર દરમિયાન શ્રીનગરમાં ઇન્વેસ્ટર સમિટનું આયોજન થશે. જેમાં મોટા-મોટા ઉદ્યોગપતિઓને કાશ્મીરમાં રોકાણ માટે આમંત્રિત કરવામાં આવશે. જમ્મુ કાશ્મીરના ગામડાઓના વિકાસનો પણ પ્લાન છે. કેન્દ્ર સાથે મળીને જમ્મુ કાશ્મીરનો રુરલ ડેવલેપમેન્ટ ડિપાર્ટમેન્ટ ચાલી રહેલી યોજનાઓને પૂરી કરશે. જમ્મુ કાશ્મીરના ગામડાઓના વિકાસ માટે કેન્દ્ર સરકારે 3700 કરોડ રુપિયા આપ્યા છે. જેમાં કેન્દ્રશાસિત પ્રદેશના 40 હજાર સરપંચ ગામના વિકાસમાં ખર્ચ કરશે.
કેન્દ્ર અને રાજ્યના સહયોગથી સફરજનના બગીચાઓને આધુનિક બનાવવાનું કામ કરવામાં આવશે. આ સાથે સફરજન ઉગાડનાર દરેક ખેડૂતને ફ્રૂટ ગ્રોવર એસોસિયેશનમાં લાવવામાં આવશે. મધમાખી ઉછેર કરનાર ખેડૂતો માટે પણ પ્લાન બનાવવામાં આવ્યો છે. મધર ડેરી અને અમૂલ સાથે વાત કરીને અહીં દુધના ઉત્પાદનને વધારવાનો પ્લાન છે. હાલ કાશ્મીરમાં દુધ પંજાબ અને હરિયાણાથી મંગાવવું પડે છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના અને પેન્શન યોજના વિશે જાણ કરશે અને જે લોકો સુધી આ યોજનાઓ ન પહોંચી હોય તેને પહોંચાડવાનું કામ કરવામાં આવશે. આ સિવાય કાશ્મીર યુવા પોતાનું ટેલેન્ટ બતાવી શકે તે માટે કાશ્મીર ગોટ ટેલેન્ટ જેવા ટીવી શો ચલાવવાનો પણ પ્લાન છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર