Home /News /india /ઉપ-મુખ્યમંત્રી સચિન પાયલટે 4.5 વર્ષ પછી કેમ પહેર્યો સાફો, કારણ છે ખાસ

ઉપ-મુખ્યમંત્રી સચિન પાયલટે 4.5 વર્ષ પછી કેમ પહેર્યો સાફો, કારણ છે ખાસ

સચિન પાયલટે સોમવારે રાજસ્થાનના ઉપ-મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે તે પરંપરાગત રાજસ્થાની સાફામાં જોવા મળ્યા

સચિન પાયલટે સોમવારે રાજસ્થાનના ઉપ-મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે તે પરંપરાગત રાજસ્થાની સાફામાં જોવા મળ્યા

  સચિન પાયલટે સોમવારે રાજસ્થાનના ઉપ-મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે તે પરંપરાગત રાજસ્થાની સાફામાં જોવા મળ્યા હતા. તેમણે 4.5 વર્ષ પછી સાફો પહેર્યો છે અને આ પાછળ એક રસપ્રદ કારણ પણ છે. સચિન પાયલટે જ આ વાતનો ખુલાસો કર્યો હતો.

  2014ની લોકસભામાં રાજસ્થાનમાં કોંગ્રેસના સુપડા સાફ થયા પછી અને સચિન પાયલટ પણ ચૂંટણી હારી ગયા હતા. આ પછી સચિન પાયલટે એક સૌગંધ લીધા હતા કે કોંગ્રેસ જ્યારે રાજસ્થાનમાં સત્તામાં પાછી આવશે ત્યારે જ પોતાના માથે સાફો બાંધશે. આમ આ સૌગંધ પુરા થતા સાફો પહેર્યો હતો.

  સચિન પાયલટ રાજસ્થાનમાં કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ છે અને તેમના નેતૃત્વમાં જ વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ભવ્ય જીત મેળવી હતી.

  આ પણ વાંચો - સચિન પાયલટની લવસ્ટોરી છે હટકે, ફારુખ અબ્દુલ્લાની દિકરી સાથે કર્યા છે લગ્ન

  પાયલટે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે 2014માં પાર્ટીના પરાજય પછી મેં સૌંગંધ લીધા હતા કે જ્યાં સુધી કોંગ્રેસ સત્તામાં પાછી નહીં ફરે ત્યાં સુધી સાફો પહેરીશ નહીં. રાજસ્થાનમાં સાફો સંસ્કૃતિ અને પરંપરાનું અભિન્ન અંગ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન જ્યારે સચિન પાયલટને લોકો અને સમર્થકો સ્વાગતનાં રુપમાં સાફા આપતા તો તે તેને માથે લગાવી રાખી દેતા હતા.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Sachin pilot

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन