નવી દિલ્લી: કેન્દ્ર સરકારે કોન્ડોમની જાહેરાત માટે સમય મર્યાદા નક્કી કરી લીધી છે. સરકારનો આદેશ છે કે સવારે 6 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધી કોન્ડોમની જાહેરાત નહી બતાવી શકાય. કોન્ડોમની જાહેરાત માત્ર રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યાની વચ્ચે જ બતાવી શકાશે. કારણ કે આ જાહેરાતના લીધે બાળકો પર અસર પડે છે. જેથી બાળકોને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારે તમામ ટીવી ચેનલ્સને એડવાઇઝરી મોકલીને કહ્યું કે નક્કી કરેલા સમયમાં જ આ જાહેરાત બતાવી શકાશે. સાથે જ કહ્યું કે ટીવી ચેનલ્સ પર કોન્ડોમની જાહેરાત વિરૂદ્ધ ફરિયાદો મળી રહી છે. જેના આધાર પર આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મંત્રાલયે કહ્યું કે આ જાહેરાત બાળકો પર ખરાબ અસર કરે છે. બાળકોને અશ્લીલ અને અસંગત વિષયોથી દુર રાખવા માટે આ જાહેરાતોને મોડી રાત્રે પ્રસારીત કરવી જોઈએ.
મંત્રાલય એ પણ કીધું છે કે જો કોઈ પણ ટીવી ચેનલ આ આદેશનું ઉલંઘન કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહી કેબલ ટેલીવિઝન નેટવર્કના નિયમોના આધાર પર થશે.
મંત્રાલયના આદેશ બાદ એવું પણ માનવામાં આવે છે કે આ નિર્ણય એ્ડસ કે અસુરક્ષિત ગર્ભપાત વિરોધ ચાલી રહેલી લડાઈને નબળી પાડી શકે છે. જણાવી દયે કે ઘણી વખત કોન્ડોમની જાણકારી ન હોવાના કારણે એઇડસ જેવી બિમારી થઈ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર