વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની બહાદુરીનો ઉલ્લેખ સોમવારે લોકસભામાં પણ થયો હતો. લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ વિંગ કમાન્ડરની પ્રશંસા કરતા કહ્યું હતું કે તેમના સાહસ અને શોર્યને જોતા તેમને વીરતા એવોર્ડ મળવો જોઈએ. ચૌધરીએ આ સાથે એમ પણ કહ્યું હતું કે અભિનંદનની મૂછોને રાષ્ટ્રીય મૂછની ઓળખાણ મળવી જોઈએ.
લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ વિંગ કમાન્ડરની બહાદુરની પ્રશંસા કરતા કહ્યું હતું કે અભિનંદન વર્ધમાનનું શોર્ય અને સાહસ આખા દેશ માટે ગર્વ છે. અભિનંદનને તેની વીરતા માટે પુરુસ્કાર મળવો જોઈએ. તેમની મૂછોને રાષ્ટ્રીય મૂછ પણ જાહેર કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે અભિનંદનની મૂછોની પ્રશંશા સોશિયલ મીડિયા ઉપર પણ ઘણી વખત થઈ છે અને તેમના જેવી મૂછો રાખવાનો ક્રેઝ પણ છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની કેદમાં 3 દિવસ રહ્યા પછી જ્યારે વિંગ કમાન્ડર અભિનંદન વાઘા બોર્ડરના રસ્તે ભારત પરત ફર્યો તો તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. પાકિસ્તાનની સરહદમાં ધુસીને લડાકુ વિમાન F-16ને તોડી પાડનાર અભિનંદનના સાહસની ઘણી પ્રશંસા થઈ હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર