Home /News /india /અલીગઢ કેસમાં ખુલાસો : આરોપીનાં ઘરે જ ગળુ દબાવીને અઢી વર્ષની બાળકીની થઇ હતી હત્યા

અલીગઢ કેસમાં ખુલાસો : આરોપીનાં ઘરે જ ગળુ દબાવીને અઢી વર્ષની બાળકીની થઇ હતી હત્યા

હત્યા કેસનાં આરોપીઓ

બાળકીને જે દુપટ્ટામાં લપેટવામાં આવી હતી તે ઝાહિદની પત્નીનો હતો.

ન્યૂઝ18 ગુજરાતી : યુપીના અલીગઢમાં અઢી વર્ષની બાળકીની હત્યાનાં કેસમાં એસઆઈટી તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. આ કેસમાં ઝડપાયેલ આરોપી મોહમ્મદ ઝાહિદ અને મોહમ્મદ અસલમે બાળકીનાં પરિવાર સાથે બદલો લેવા માટે માસૂમની હત્યા કરી હતી. એસઆઈટી તપાસનાં સૂત્રો પાસેથી આ જાણકારી મળી છે. આ હત્યાકાંડમાં એક વધુ બે આરોપીઓ મહેંદી અને ઝાહિદની પત્નીએ હત્યા કરવામાં મદદ કરી હતી. આ બંન્નેને પણ ઝડપી લેવામાં આવ્યાં છે.

પોલીસ સુત્રો પ્રમાણે આરોપીઓએ પૂછપરછમાં જણાવ્યું છે કે બાળકીની લાશ અસલમનાં ઘરમાં ભૂસામાં રાખી હતી. પરંતુ પોલીસને શક છે કે લાશને નમીવાળી જગ્યા પર કે પછી ફ્રિઝમાં રાખવામાં આવી હતી. બાળકીની હત્યા અસલમનાં ઘરે ગળું દબાવીને કરવામાં આવી હતી. બાળકીને જે દુપટ્ટામાં લપેટવામાં આવી હતી તે ઝાહિદની પત્નીનો હતો.

આ પણ વાંચો : અલીગઢ હત્યાકાંડ : માસૂમની હત્યાનાં આરોપીઓનો કેસ નહીં લડે શહેરનો કોઇ વકીલ

પોલીસ પ્રમાણે બાળકી 30 મેનાં રોજ પાડોશનાં ઘરમાં રમી રહી હતી. તે પોતાના ભાઇ બહેનની સાથે 8.30 કલાકે ઘરેથી નીકળી હતી. આ દરમિયાન તે ખોટી બાજુ જતી રહી અને આરોપીઓએ તેનું અપહરણ કરી લીધું હતું.

આ પણ વાંચો : વડોદરાનાં યુવકે NRI યુવતીને ફસાવી પડાવ્યાં રુ. 50 લાખ

અલીગઢના એસએસપી આકાશ કુલહરીના જણાવ્યા પ્રમાણે ગત 31 મેએ અપહરણનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેઓએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. જેમાં તેઓએ જણાવ્યું કે વ્યક્તિગત દુશ્મનીના મામલે આ ઘટના બની છે. આરોપીઓએ પહેલા બાળકીનું ગળુ દબાવી હત્યા કરી ત્યારબાદ આંખ કાઢી લીધી. પોલીસે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, પીએમ રિપોર્ટમાં બાળકી સાથે રેપના કોઇ પૂરાવા મળ્યા નથી. ઘટના સામે આવ્યા બાદ બાળકીના પરિવારજનો અને સંબંધીઓએ રસ્તા પર પ્રદર્શન કર્યું જો કે પોલીસે સમજાવતા મામલો થાળે પડ્યો હતો.
First published:

Tags: Aligarh, એસઆઇટી, ગુનો, યૂપી, હત્યા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો