આરૂષિ-હેમરાજ હત્યાકાંડમાં ગત ઓક્ટોબરમાંજ જેલમાંથી છોડવામાં આવેલ તલવાર દંપતિની મુશ્કેલીઓ વધી શકે છે. હેમરાજની પત્નીએ તલવાર દંપતિને જેલમાંથી છોડવાના નિર્ણય સામે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે.
હેમરાજની પત્ની ખુમકલા બંજાડેએ અરજીમાં કહ્યું છે કે હત્યાના મામલામાં તલવાર દંપત્તિને છોડવામાં કોઈ ઉચિત નિર્ણય છે. જ્યારે કોર્ટને લાગ્યું કે હત્યા થઈ છે તો આ કેસમાં કોઈ આરોપી કેમ નથી. આ મામલે તપાસ એજન્સીઓએ વધુ તપાસ હાથ ધરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, ખાસકરીને હાઇકોર્ટના નિર્ણય પછી હેમરાજના પરિવારે સીબીઆઇ પર તપાસમાં હેરાફેરીનો આરોપ લગાવ્યો હતો. પરિવારનો આક્ષેપ છે કે તેમની સાથે અન્યાય થયો છે.
હેમરાજની પત્ની ખુમકલાએ તે સમયે કહ્યું હતું કે, તેમની પાસે દિલ્હીની અવરજવર માટે રૂપિયા નથી તો પણ તે તેના પતિ હેમરાજને ન્યાય અપાવવા માટે સુપ્રીમ કોર્ટમાં જશે. સ્વ. હેમરાજની પત્નીના ભાઇ અશોક કુમારે જણાવ્યું હતું કે, તલવાર દંપતીને છોડી દીધા પછી સીબીઆઇની કોઇ જવાબદારી નથી? હેમરાજની પત્ની હાલ પોતાના ગામ ઘારાપાનીમાં રહે છે જે કાઠમાંડુથી 118 કિમી દૂર છે.
હેમરાજ
જાણો આખો કેસ
15 મે 2008ની રાતે આરૂષિ તલવાર નામની 14 વર્ષની તરૂણીની તેના જ ઘરમાં હત્યા નિપજાવવામાં આવી હતી. આરૂષિના ઘરના નોકર હેમરાજની હત્યા પણ તે જ દરમિયાન થઈ હતી. હેમરાજનો મૃતદેહ લોહીથી ખરડાયેલી હાલતમાં મકાનની અગાસી પરથી મળી આવ્યો હતો જ્યારે આરૂષિનો મૃતદેહ લોહીથી લથબથ હાલતમાં તેના બેડ પરથી મળી આવ્યો હતો. આ ડબલમર્ડર કેસે દેશભરમાં ભારે ચકચાર મચાવી હતી. કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. જોકે સીબીઆઈને પણ આ કેસમાં 100 ટકા સફળતા સાંપડી ન હતી. સીબીઆઈની તપાસના આધારે ગાઝિયાબાદ સીબીઆઈ કોર્ટે 26 નવેમ્બર 2013ને હત્યા અને સબૂત હટાવવાના દોશમાં આરૂષિના માતા-પિતાને જ આજીવન કેદની સજા આપી હતી. જેમાં આ ઓક્ટોબરમાં હાઈકોર્ટે પર્યાપ્રત સબૂત ન હોવાના કારણે બંન્ને છોડી દીધા હતાં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર