EVM હશે ત્યાં BJP ત્રાટકશે ટાઈગરની જેમ, મતપત્ર હશે ત્યા બનશે મિંદડી

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 4, 2017, 9:14 PM IST
EVM હશે ત્યાં BJP ત્રાટકશે ટાઈગરની જેમ, મતપત્ર હશે ત્યા બનશે મિંદડી

  • Share this:

આમ આદમી પાર્ટી (આપ)એ ઈવીએમમાં ગડબડીના મુદ્દાને એકવાર ફરીથી ઉઠાવતા ઉત્તર પ્રદેશના સ્થાનિક ચૂંટણીમાં બીજેપીની જીત માટે વોટિંગ મશીનને જવાબદાર ઠેરવ્યું છે. આપના ઉત્તર પ્રેદશના પ્રભારી સંજયસિંહે કહ્યું કે, બીજેપીએ ત્યાં જ જીત મેળવી છે, જ્યાં ઈવીએમથી મતદાન કરવામાં આવ્યું છે, પરંતુ જ્યાં મતપત્રથી મતદાન થયું છે તે સ્થળોએ બીજેપીની હાર થઈ છે.


સિંહે ઈવીએમમાં ગડબડીનો આરોપ લગાવતા કહ્યું કે, સત્યતા તે છે કે, બીજેપી નગર નિગમ ઈલેકશન બહુમત સાથે જીતી છે, કેમ કે મોટાભાગના સ્થળોએ ઈવીએમથી મતદાન કરાવવામાં આવ્યું હતું. જ્યારે નગર પંચાયત અને નગર પાલિકાના પ્રમુખની ચૂંટણી માટે મતપત્રથી વોટિંગ કરવામાં આવ્યું છે, તો બીજેપીને ખુબ જ ઓછી સીટો મળી છે. આનાથી સ્પષ્ટ છે કે, જ્યાં ઈવીએમનો ઉપયોગ થયો ત્યાં બીજેપી શેર, જ્યાં મતપત્રથી મતદાન થયું ત્યાં ઢેર થઈ ગઈ છે.


સિહે કહ્યું કે, આમ આદમી પાર્ટી સતત કહી રહી છે કે, જ્યાર સુધી ઈવીએમથી ઈલેકશ્ન થતાં રહેશે ત્યાર સુધીમાં બીજેપી અને મોદી જીતતા રહેશે. ઉત્તર પ્રદેશમાં એકવાર ફરીથી આ વાત સાચી સાબિત થઈ ગઈ છે. આ દરમિયાન તેમને ઉત્તર પ્રદેશના સ્થાનિક ઈલેક્શનમાં આપના પ્રદર્શન પર ખુશી વ્યક્ત કરતાં રાજ્યની જનતાને આભાર વ્યક્ત કર્યો હતો.સિંહે કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં આપે પહેલી વખત સ્થાનિક ઈલેક્શનમાં ઝંપલાવ્યું હતું, જેનાથી પાર્ટીના બે નગર પંચાયતના પ્રમુખ અને 44 કાઉન્સિલર અને સભ્ય જીતીને આવ્યા છે.


તેમને કહ્યું કે, જે રીતે આ ઈલેક્શનમાં આપને ઉત્તર પ્રદેશની જનતાને સમર્થન આપ્યું છે તે માટે પાર્ટી રાજ્યની જનતાનો આભાર વ્યક્ત કરતાં તેની સેવા આપવા માટેની પ્રતિબદ્ધતા પ્રગટ કરે છે. ઈવીએમના મુદ્દે તેમને કહ્યું કે, આ મુદ્દો આપ ભવિષ્યમાં પણ ઉઠાવતી રહેશે.

First published: December 4, 2017, 9:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading