અમૃતસર ટ્રેન દુર્ઘટના : પીડિત પરિવારોને નોકરી અને એક કરોડની સહાય આપે સરકાર - AAP

News18 Gujarati
Updated: October 19, 2018, 10:07 PM IST
અમૃતસર ટ્રેન દુર્ઘટના : પીડિત પરિવારોને નોકરી અને એક કરોડની સહાય આપે સરકાર - AAP
સાંસદ ભગવંત માન

આપ નેતાઓએ આ ઘટના માટે જવાબદાર પ્રશાસનિક અધિકારીઓ, રેલવે અને સરકારના અધિકારીઓ પર સખત કાર્યવાહીની માંગણી કરી

  • Share this:
આમ આદમી પાર્ટી (આપ)એ પંજાબના અમૃતસરમાં બનેલી દુર્ઘટના માટે પંજાબ સરકારને જવાબદારને જવાબદાર ગણાવતા પીડિત પરિવારોને એક-એક કરોડ રૂપિયા સહાય અને એક-એક સરકારી નોકરીની માંગણી કરી છે.

પાર્ટીના હેડક્વાર્ટર તરફ જારી કરાયેલા નિવેદનમાં સાંસદ ભગવંત માન, વિરોધ પક્ષના નેતા હરપાલ સિંહ ચીમાએ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે આ ઘટનાને પ્રશાસનિક નાલાઇકીનું ભયંકર પરિણામ ગણાવ્યું હતું.

આપ નેતાઓએ આ ઘટના માટે જવાબદાર પ્રશાસનિક અધિકારીઓ, રેલવે અને  સરકારના અધિકારીઓ પર સખત કાર્યવાહીની માંગણી કરી છે. આપ નેતાઓએ કહ્યું છે કે અસુરક્ષિત સ્થળ પર દશેરાનો તહેવાર મનાવવાની મંજુરી આપવી લાપરવાહી બતાવે છે.

અમૃતસર ટ્રેન દુર્ઘટના: 50થી વધુના મોતની આશંકા, મૃતકોના પરિવારને 5 લાખની સહાયની જાહેરાત

આપ નેતાઓએ કહ્યું હતું કે નજરે જોનારે રેલવે વિભાગને પણ જવાબદાર ગણાવ્યું છે. મેનજમેન્ટે પોતાના તરફથી રેલવેને આ ટ્રેક પર રેલવે ધીરે-ધીરે ચલાવવાની માંગણી કરી હતી. રેલવે ડ્રાઇવરે હોર્ન પણ વગાડ્યો ન હતો. રેલવે લાઇન ઉપર મોટી સંખ્યામાં ઉભા રહેલા લોકોને રાવણ દહન પહેલા સાવધાન કેમ કરવામાં આવ્યા ન હતા? જેથી બધા જ જવાબદાર અધિકારી, કર્મચારીઓને છોડવા જોઈએ નહીં.

પંજાબમાં ટ્રેન દુર્ઘટના : ઘટના થતા જ કેમ નિકળી ગઈ સિદ્ધુની પત્ની નવજોત કૌર?આપ નેતાઓએ આ તપાસમાં ઉચ્ચ સ્તરિય તપાસની માંગણી કરી છે અને કહ્યું છે કે આ ઘટનાને ભવિષ્ય માટે બોધપાઠ તરીકે લેવી જોઈએ.
First published: October 19, 2018, 10:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading