Home /News /india /500 રૂપિયા અને 10 જ મિનિટમાં મળશે કોઈના પણ આધાર કાર્ડની જાણકારી!

500 રૂપિયા અને 10 જ મિનિટમાં મળશે કોઈના પણ આધાર કાર્ડની જાણકારી!

સરકાર હંમેશા એ દાવો કરે છે કે આધારના ડેટા સુરક્ષિત છે પરંતુ થોડા થોડા સમયે તેના ડેટા લીક થવાની માહિતી સામે આવે છે જેનાથી સરકારી દાવાઓની પોલ ખુલે છે. ધ ટ્રિબ્યુનની ખબર પ્રમાણે જો તમને આધાર ડેટા જોઈએ તો બસ માત્ર પેટીએમના માધ્યમથી 500 રૂપિયા જ આપવા પડશે અને 10 મિનિટમાં તમને જે જાણકારી જોઈએ તે મળશે. ખબર પ્રમાણે આ એક ષડયંત્ર છે જેમાં ગેટવે નામથી તમને લોગ ઈન અને પાસવર્ડ આપવામાં આવ છે. આ પછી તમે કોઈનો પણ આધાર નંબર તેમા નાંખશો તો તેની બધી જ જાણકારી તમને મળશે.

પ્રિંટ પણ કરાવી શકશો
આ લોકો તમને માત્ર માહિતી જ નહીં આ બધી માહિતીની પ્રિંટ પણ આપશે. તમે તેને 300 રૂપિયા આપશો તો આ લોકો તમને એક એવું સોફ્ટવેર પણ આપશે જેનાથી આપ આધાર પ્રિંટ પણ કરાવી શકશો.

આ આખા ઘટનાક્રમને સમજ્યા પછી યૂઆઈજીએઆઈ સાથે સંપર્ક કરવામાં આવ્યો તો તેણે આ મામલાને ગંભીર માન્યો છે અને કહ્યું છે કે આ દેશની સુરક્ષા માટે ભયજનક બાબત છે. યૂઆઈડીએઆઈના ચંદીગઠ સેન્ટરના એડિશનલ ડાયરેક્ટર જનરલ સંજય જિંદલે કહ્યું કે પંજાબમાં મારા અને ડાયરેક્ટર જનરલ ઉપરાંત કોઈની પણ પાસે આઈડી પાસવર્ડ નથી. જો કોઈની પણ પાસે હોય તો તે અકાયદેસર છે. તેમણે કહ્યું કે તે આ મામલાને જલ્દીથી બેંગલૂરૂ સ્થિત યૂઆઈડીએઆઈના ટેક્નિકલની ટીમની પાસે લઈ જવાશે.

આધાર સુરક્ષા ખતરામાં
આ આખા મામલામાં જે જાણકારી આવી છે તો ચોંકાવનારી છે. 6 મહિના પહેલા એક વિલેજ લેવલ એન્ટરપ્રાઈઝ  (વીએલઆઈ)ને ટારગેટ કરીને વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. મિનિસ્ટ્રી ઓફ ઈલોક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીની કોમન સર્વિસ સેંટર સ્કિમમાં આ વીએલઆઈ આધાર કાર્ડ બનાવવાનો અને તેમાં બદલાવ કરવાનું કામ થાય છે. એવું માનવામાં આવી રહ્યું છે કે લગભગ એક લાખ વીએલઆઈ પાસે અવૈધ રીતે લોકો આ પાસવર્ડ ઉપલ્બ્ધ છે અને આના જ માધ્યમથી આ બધુ કામ થઈ રહ્યું છે.
First published:

Tags: Aadhar card

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन