આધાર કાર્ડ હાલ ભારતનું સૌથી લોકપ્રિય ઓળખપત્ર બની ગયું છે. વળી બેંકથી લઇને મોબાઇલ સુધીની તમામ મહત્વની વસ્તુઓને હવે ધીમે ધીમે તેની સાથે જોડવામાં આવી રહી છે. પણ હવે તેને લઇને એક નવો ખુલાસો સામે આવ્યો છે. 12 અંકોના યૂનિક આઇડેન્ટિફિકેશન નંબર અને બાયોમેટ્રિક ઓથેંટિફિકેશનવાળા આધાર કાર્ડમાં પણ અનેક ભૂલો સામે આવી છે. વળી નામ, સરનામાં અને લિંગ સંબધી ભૂલો આધારકાર્ડમાં મતદાતા ઓળખ કાર્ડ કરતા દોઢ ધણી વધુ છે, તેમ સામે આવ્યું છે. જો કે આ કારણે વોટર આઇડી કાર્ડ પહેલાથી જ વિવાદમાં ફસડાયું છે.
આધારમાં ભૂલો હોવાનો આ દાવો, ભારતમાં કામ કરતી આઇડી ઇનસાઇટ અ ગ્લોબલ ડેવલપમેન્ટ એનાલિટિક્સ ફર્મએ સ્ટેટ ઓફ આધાર રિપોર્ટ 2017-18માં કર્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 8.8 ટકા આધાર કાર્ડમાં ભૂલો છે. આ ફર્મે આધારને લઇને ત્રણ રાજ્યો આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં જઇને ઘરે ઘરે ફરીને સર્વે કર્યો હતો. જેમાં 21 જિલ્લામાં 2947 પરિવારો સાથે વાત કરવામાં આવી હતી. આ સર્વે નવેમ્બર 2017 થી લઇને ફેબ્રુઆરી 2018 સુધી કરવામાં આવ્યો હતો.
સર્વે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 9.9 ટકા લોકો રાજસ્થાનમાં 1.1 ટકા લોકો આંધ્રપ્રદેશમાં પીડીએસ (સાર્વજનિક વિતરણ પ્રણાલી)નો લાભ નથી લઇ શક્યા. સાથે જ તે પણ સામે આવ્યું છે કે તેનો લાભ ના લઇ શકવા પાછળ આધારની સમસ્યા, રાજસ્થાનમાં ખાલી 2.2 ટકા અને આંધ્રપ્રદેશમાં 0.8 ટકા જ જવાબદાર છે. જો કે બંને રાજ્યોમાં લોકોનું કહેવું છે કે આધાર કાર્ડના લીધે તેમને સરળ રીતે સસ્તુ અનાજ મેળી રહ્યું છે. તેમનું કહેવું છે કે બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશનથી ઓળખ સંબંધી જે છેતરપીંડી થઇ રહી હતી તે ઓછી થઇ છે.
યુઆઇડીએઆઇના સીઇઓ ડૉ. અજય ભૂષણ પાંડેનું કહેવું છે કે આધારને જમીની સ્તરે સૌથી મોટું સમર્થન મળ્યું છે. જો કે સાથે જ તેમણે કહ્યું કે આધાર દ્વારા જે સસ્તુ અનાજ મેળવવા માટે લોકોને મુશ્કેલી પડી રહી છે તે માટે સ્થાનિક પ્રશાસન જવાબદાર છે. જો કે તે આ માટે પ્રયાસશીલ છે જેથી કોઇ લાભાર્થી વંચિત ના રહે. સર્વે રિપોર્ટ કહે છે કે આધારનો વિસ્તાર વધ્યો છે. પણ ડેટાની ગુણવત્તા સુધારવાની જરૂર છે. સાથે જ 96 ટકા લોકો આધાર કાર્ડ સાથે જોડાયેલી ગોપનીયતાને લઇને પણ ચિંતત છે. સર્વે દરમિયાન લોકોને કહ્યું કે એ પણ જાણવું જરૂરી છે કે સરકાર આધાર ડેટાનું શું કરવાની છે? ત્યાં જ 87 ટકા લોકોએ પબ્લિક ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમને આધાર સાથે જોડવા માટે પણ પોતાની સ્વીકૃતિ આપી છે.
આ ત્રણ રાજ્યોમાં બેંક એકાઉન્ટ માટે 67 ટકા લોકો આધાર કાર્ડ (પેપર આઇડી) અનુરૂપ (એનાલોગ)નો ઉપયોગ કરે છે. અને ખાલી 17 ટકા લોકો જ ડિઝિટલ રૂપ ઇ કેવાઇસીનો ઉપયોગ કરે છે. આઇડી ઇન સાઇટના સહયોગી રોનાલ્ડ અબ્રાહમે કહ્યું કે ગોપનીયતાને બચાવી રાખવી અને આધારના બહિષ્કારને રોકવો આ બે ગંભીર મુદ્દા છે. આ રિપોર્ટનો ઉદ્દેશએ છે કે આ યોજનાને વધુ સારી બનાવી શકાય.
શું છે આઇડી ઇનસાઇટ? આઇડી ઇનસાઇટ એક આંતરાષ્ટ્રીય વિકાસ સંગઠન છે. જોહાન્સવર્ગ, નેરોબી, મનીલા, નવી દિલ્હી, સૈન ફ્રાંસિસ્કો અને વોશિંગ્ટન ડીસીમાં તેની ઓફિસ છે. તે એશિયા અને આફ્રિકાના વિભિન્ન બિન સરકારી સંગઠનો સાથે મળીને તે કામ કરે છે. આ સંગઠન ડિઝિટલ આઇડી, શિક્ષા, નાણાંકિય પહોંચ, સ્વાસ્થય અને સ્વચ્છતા સહિત અનેક ક્ષેત્રમાં કામ કરે છે. તેનો મુખ્ય ઉદ્દેશ તેવા આંકડા રજૂ કરવાનો છે જેનાથી આ યોજનાઓને સારી રીતે લાગુ કરી શકાય.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર