Home /News /india /

આધાર નંબરની મદદદથી ઝડ્પાયા 80 હજાર ભૂતિયા શિક્ષકો: પ્રકાશ જાવડેકર

આધાર નંબરની મદદદથી ઝડ્પાયા 80 હજાર ભૂતિયા શિક્ષકો: પ્રકાશ જાવડેકર

કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકર (ફાઇલ ફોટો)

માનવ સંસાઘન વિકાસ મંત્રાલયે આધારથી દેશની અલગ અલગ કોલેજો અને વિશ્વવિધ્યાલયોમાં લગભગ 80 હજાર ભૂતિયા શિક્ષકો શોધી નાખ્યાં છે.

માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે સ્પષ્ટ કર્યું છે કે આમાંથી કોઈપણ શિક્ષક કોઈ કેન્દ્રીય વિશ્વવિધ્યાલયોના નથી. જાવડેકરે એક કાર્યક્રમમાં કહ્યું કે કેટલાક એવા ભૂતિયા શિક્ષક છે કે જે ગેરકાયદેસર રીતે એકથી વધારે જગ્યાએ ભણાવી રહ્યાં છે. આધાર કાર્ડની સુવિધા શરૂ થયા પછી 80 હજાર ભૂતિયા શિક્ષકોની ઓળખ થઈ છે. તેમની સામે હાલ કાર્યવાહી પર વિચાર કરાવામાં આવશે. તેમણે કહ્યું કે કોઈ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં આવા શિક્ષકની ગણતરી નથી થઈ. પરંતુ કેટલાક રાજ્ય અને પર્સનલ વિશ્વવિદ્યાલયોમાં આવા શિક્ષક છે.

મંત્રાલયે ડુપ્લિકેશનથી બચવા માટે તમામ વિશ્વવિદ્યાલયોમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ પાસેથી આધાર નંબરની માંગણી કરી છે. તેમણે ડેટા લીક થવાની ચિંતા પણ દર્શાવવી છે. તેમણે તે પણ કહ્યું કે, આધાર કાર્ડ નંબર જણાવવાનું કામ એ કોઈને પોતાનો મોબાઈલ નંબર કહેવા જેટલું સરળ છે. જેમ મોબાઈલ નંબર કહેવાથી કોઈ તમારા મોબાઈલના ડેટા નથી લઈ શકતા તેમ જ આધાર કાર્ડ આપવાથી કોઈ પર્સનલ માહિતી એમના સુધી નથી પહોંચતી.
First published:

Tags: Aadhaar card, Prakash Javdekar

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन