ન્યૂઝ 18 ગુજરાતી : લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવે છે તેમ તેમ દરેકનાં મનમાં એક જ સવાલ થાય છે કે શું નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બનશે? મોદીએ ફરીથી ગાદી લેવા માટે એક નવું અભિયાન શરૂ કર્યું છે. જેને નામ આપ્યું છે 'Academics4NaMo.' આ અભિયાન અંતર્ગત 300થી વધારે પ્રોફેસર અને સંશોધનકર્તા સામે આવ્યાં છે.
આ બધા જ લોકો મંગળવારે દિલ્હીનાં આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં ભેગા થયા હતાં. તેમનો હેતુ એ છે કે તેઓ તે બધાં જ અવાજને દબાવે છે જે મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવાનો વિરોધ કરે છે. આ લોકો ફરીથી 14-15 માર્ચનાં રોજ મળવાનાં છે. અહીંયા 100 લોકો માટે વર્કશોપ પણ રાખવામાં આવ્યો છે.
બીજી તરફ જવાહરલાલ નેહરૂ વિશ્વવિદ્યાલયનાં પ્રોફેસર જી અરૂણિમાએ પણ એક ઓનલાઇન પિટીશન શરૂ કરી છે. તેમનો હેતુ મોદીનાં સમર્થન કરનારાઓનો વિરોધ કરવાનો છે. તેમણે 3000 શિક્ષાવિદોને અપીલ કરી છે કે તેઓ 300 લોકોનો વિરોધ કરે જે મોદીનું સમર્થન કરી રહ્યાં છે.
છેલ્લા પાંચ વર્ષમાં જેએનયુમાં રાષ્ટ્રદ્રોહ જેવા મુદ્દા ઉઠી રહ્યાં છે. કેટલાક લોકો પર દેશ વિરોધી નારા લગાવવાનો પણ આરોપ છે. રોહિત વેમુલાએ હૈદરાબાદાનાં સેન્ટ્રલ યુનિવર્સિટીમાં આત્મહત્યા કરી. અલીગઠ મુસ્લિમ યુનિવર્સિટીમાં મોહમ્મદ અલી ઝિન્નાની તસવીર લગવી જેના કારણે વિવાદ થયો હતો.
મોદીનાં પક્ષમાં
મોદીનું સમર્થન કરનારા લોકોનું કહેવું છે કે તેમની પાસે તમામ તથ્યો છે જે દર્શાવે છે કે પીએમે સારું કામ કર્યું છે. Academics4NaMoનાં કોર કમિટીનાં એક સભ્ય ડોક્ટર સ્વદેશ સિંહનું કહેવું છે કે સારા કામનાં ડેટાને સામે રાખવામાં આવશે. આ ગ્રુપમાં જે લોકો સામેલ થવા માંગે છે તેમણે પોતાના લેખ વેબસાઇટ પર લખવાનાં રહેશે. આ ઉપરાંત તેમણે મિટીંગ કરવાની રહેશે અને તેની તસવીરો મોકલવાની રહેશે.
મોદીનાં વિરુદ્ધમાં
જવાહરલાલ નેહરૂ વિશ્વવિદ્યાલયનાં પ્રોફેસર જી અરુણિમાએ 3000 લોકોનાં હસ્તાક્ષરની ડિમાન્ડ કરી છે. આ તમામ લોકો પીએમ મોદીનો વિરોધ કરશે. આમનો દાવો છે કે છેલ્લા પાંચ વર્ષમાં મોદી સરકારે દેશ માટે ખતરો ઉભો કર્યો છે. જી અરૂણિમા પ્રમાએ છેલ્લા પાંચ વર્ષમાં હિન્દુત્વની તાકાત વધી છે. સાથે જ દેશમાં લિંચિંગની ઘટનાઓ પણ વધી છે.
શિક્ષાવિદ અને રાજનીતિ
ચૂંટણી પહેલા ઘણાં શિક્ષાવિદોએ અલગ અલગ ગ્રુપ બનાવ્યાં છે. આ બધા પીએમનું સમર્થન કરી રહ્યાં છે કે પછી તેમનો વિરોધ કરી રહ્યાં છે. વર્ષ 2014માં પણ ચૂંટણી પહેલા આવા ગ્રુપ બન્યા હતાં. મોદીને જ્યારે પીએમનાં ઉમેદવાર જાહેર કરવામાં આવ્યાં ત્યારે સહી કરીને તેમને રોકવા માટેનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર