VIDEO: ગર્ભવતી મહિલાને આ રીતે લઇ જવી પડી, રસ્તામાં જ થયો બાળકનો જન્મ

ગર્ભવતી મહિલાને પરિવાર જનોને ખભા પર લટકાવીને જંગલ વિસ્તારમાંથી ચાર કિલોમીટર ચાલીને હોસ્પિટલ લઇ જવી પડી હતી.

News18 Gujarati
Updated: September 7, 2018, 12:08 PM IST

આંધ્ર પ્રદેશના વિજયનગરમ જિલ્લામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગર્ભવતી મહિલાને પરિવાર જનોને ખભા પર લટકાવીને જંગલ વિસ્તારમાંથી ચાર કિલોમીટર ચાલીને હોસ્પિટલ લઇ જવી પડી હતી. કારણ કે આ વિસ્તાર રસ્તાથી જોડાયેલો નથી.

જણાવવામાં આવી રહ્યું છે કે ગર્ભવતી મહિલાના ગામથી હોસ્પિટલ સાત કિલોમીટર દૂર છે. પરંતુ આ મહિલાએ રસ્તામાં જ બાળકને જન્મ આપી દીધો અને તેઓ પરત ઘરે જતા રહ્યાં. જોકે સારી ખબર એ છે કે કોઇપણ જાતની બંન્નેમાંથી એકને પણ ઇજા પહોંચી નથી. માતા બાળકનું સ્વાસ્થ્ય સારૂં છે. નોંધનીય છે કે આ ઘટના 4 સપ્ટેમ્બરની છે.

નોંધનીય છે કે એકદમ આવી જ ઘટના વિજયનગરમમાં જ આ પહેલા 29 જુલાઇના રોજ થઇ હતી. જ્યાં રસ્તાઓ સારા ન હોવાને કારણે ગર્ભવતી મહિલાને આશરે 12 કિલોમીટર સુધી ખભા પર લટકાવીને લઇ જવામાં આવી હતી. મહત્વનું છે કે આ પહેલા પણ દેશના ઘણાં વિસ્તારોમાં તંત્રની લાપરવાહી કે પછી રસ્તાઓની ખરાબીને કારણે આવી ઘટનાઓ સામે વતી રહે છે.
First published: September 7, 2018
વધુ વાંચો
अगली ख़बर