શું છે ‘નિલ્લે-નિલ્લે ચેલેન્જ’,જે તમારો જીવ પણ લઈ શકે છે?

કેરળ પોલીસ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ચાલી રહેલ નવા ટ્રેન્ડ ‘નિલ્લે-નિલ્લે ચેલેન્જ’થી ઘણી પરેશાન

કેરળ પોલીસ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ચાલી રહેલ નવા ટ્રેન્ડ ‘નિલ્લે-નિલ્લે ચેલેન્જ’થી ઘણી પરેશાન

 • Share this:
  કેરળ પોલીસ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ચાલી રહેલ નવા ટ્રેન્ડ ‘નિલ્લે-નિલ્લે ચેલેન્જ’થી ઘણી પરેશાન છે. પોલીસે આ ચેલેન્જ ન કરવાની ચેતાવણી પણ જાહેર કરી દીધી છે. પર્ફોર્મિંગ સોશિયલ એપ ટિક ટોક અને મ્યુઝીકલી પર છેલ્લા ઘણા દિવસોથી KiKi ચેલેન્જની જેમ એક નવો ટ્રેન્ડ‘નિલ્લે-નિલ્લે ચેલેન્જ’શરુ થઈ છે. આ ચેલેન્જમાં લોકો ચાલતા વાહનોની સામે કુદીને ડાન્સ કરવા લાગે છે.

  શું છે ‘નિલ્લે-નિલ્લે ચેલેન્જ’
  અસલમાં આ સોશિયલ મીડિયા ટ્રેન્ડ છે, જેમાં લોકો ચાલતા વાહનો સામે અચાનક કુદીને ડાન્સ કરવા લાગે છે અને પછી ભાગી જાય છે. મોટાભાગના વીડિયોમાં લોકો સરકારી બસો, ટ્રેનો અને ઘણા ખાનગી વાહનો સામે રસ્તા પર આવીને આમ કરે છે.

  આ ડાન્સ મલયાલી ફિલ્મ ‘રેન રેન કમ અગેન’ના ગીત ‘નિલ્લે-નિલ્લે એન્તો નીલા કિયૂલે’પર કરવામાં આવી રહ્યો છે. નિલ્લે-નિલ્લેનો મતલબ થાય છે રોકો-રોકો.છેલ્લા 15 દિવસોમાં આ ચેલેન્જ સાથે જોડાયેલ ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ ફક્ત ટ્રાફિક માટે જ નહીં પણ દુર્ઘટના થવાની પણ સંભાવના છે.
  કેરળ પોલીસે જાહેર કરી ચેતાવણી
  ‘નિલ્લે-નિલ્લે ચેલેન્જ’ સાથે જોડાયેલ ઘણા વીડિયો વાયરલ થયા પછી કેરળ પોલીસે પોતાના ફેસબુક પેજ દ્વારા ચેતવણીનો વીડિયો જાહેર કર્યો છે. કેરળ પોલીસે કહ્યું છે કે બધા યુવાનો આ ચેલેન્જને પુરી કરવા માટે KRCTCની બસો રોકી રહ્યા છે તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.
  Published by:Ashish Goyal
  First published: