Home /News /india /શૅરબજારની તેજી પર બ્રેક, નિફ્ટી 10550ની નીચે

શૅરબજારની તેજી પર બ્રેક, નિફ્ટી 10550ની નીચે

સેન્સેક્સમાં 63 પૉઇન્ટ અને નિફ્ટીમાં 22 પૉઇન્ટનો ઘટાડો.

આજે શેરબજારમાં સતત 9 સળંગ દિવસથી ચાલી રહેલી તેજી પર બ્રેક લાગી હતી. નિફ્ટી 10550ની નીચે ગગડી બંધ રહ્યો છે, એવી રીતે સેન્સેક્સમાં પણ ઘટાડો નોંધાયો છે. આજે સૌથી વધુ બેન્ક નિફ્ટીમાં ઘટાડો નોંધાયો હતો, એમાં 232.15 પૉઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.

આજે સૌથી વધુ ઘટાડો એક્સિસ બેન્ક, HPCL,ટાઇટન અને લ્યુપિન શેરોના ભાવમાં જોવા મળ્યો હતો, જ્યારે સૌથી વધારો વિપ્રો, નેટવર્ક18, ટીવીટુડેનેટવર્ક, ઝી એન્ટરટેઇનમેન્ટ, આઇટીસી, અલ્ટ્રાટેકના શેરોના ભાવમાં વધારો જોવા મળ્યો હતો.

સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં આજે પણ નરમાઈ જોવા મળી હતી. બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સ 0.37 ટકાના ઘટાડા સાથે 18065.75ના સ્તરે બંધ રહ્યો હતો. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 0.074 ટકાના ઘટાડા સાથે 16768.05ના સ્તરે રહ્યો હતો.

આઇટી, ઓટો, ઓઇલ, ગેસ, બેંકિંગ, ફાર્મા શેરોમાં વેચવાલી આવવાથી બજારમાં દબાણ જોવા મળ્યું હતું. BSEના ઓઇલ અને ગેસ ઇન્ડેક્સ 0.65 ટકાના ઘટાડા સાથે 14616.69ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટીનો ઓટો ઇન્ડેક્સ 0.53 ટકાના ઘટાડા સાથે 11411.80 સ્તરે બંધ રહ્યો હતો. ફાર્મા ઇન્ડેક્સ 0.43 ટકાના ઘટાડા સાથે 8790ના સ્તરે બંધ રહ્યો હતો અને આઇટી ઈન્ડેક્સ 0.29 ટકાના ઘટાડા સાથે 13124ના સ્તરે બંધ રહ્યો હતો.

આજે બેન્કિંગ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જેને કારણે બેન્ક નિફ્ટી 0.92 ટકા અથવા 232.15 પૉઇન્ટના ઘટાડા સાથે 25102.30ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે મીડિયા, મેટલ, એફએમસીજી, રિયલ્ટીના શેરોમાં લેવાલી નીકળતાં બજારને થોડો ટેકો મળ્યો હતો. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 0.40 ટકા, એફએમસીજી ઈન્ડેક્સ 1.74 ટકા, રિયલ્ટી ઈન્ડેક્સ 0.57, મીડિયા ઇન્ડેક્સ 1.42 ટકાના વધારા સાથે બંધ રહ્યા હતા.

છેલ્લે, બીએસઈના 30 શેરોવાળા ઇન્ડેક્સ સેન્સેક્સ 63.38 પૉઇન્ટ અથવા 0.18 ટકાના ઘટાડા સાથે 34331.68ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે એનએસઈના 50 શેરોવાળા ઇન્ડેક્સ નિફ્ટી 22.50 પૉઇન્ટ અથવા 0.21 ટકાના ઘટાડા સાથે 10516.20ના સ્તરે બંધ રહ્યો હતો.
First published:

Tags: Business, Nifty down, Sensex down, Sharemarket, ગુજરાતી સમાચાર