હરિયાણા : ‘ગરીબો’ની સેવા કરવા ચૂંટાયેલા 90 ધારાસભ્યોમાંથી 84 કરોડપતિ

News18 Gujarati
Updated: October 25, 2019, 5:37 PM IST
હરિયાણા : ‘ગરીબો’ની સેવા કરવા ચૂંટાયેલા 90 ધારાસભ્યોમાંથી 84 કરોડપતિ
પ્રતિકાત્મક તસવીર

ચૂંટણી પર નજર રાખતી સંસ્થા ‘એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે’ (ADR) પોતાના એક વિશ્લેષણમાં જણાવ્યું

  • Share this:
નવી દિલ્હી : ચૂંટણી પર નજર રાખતી સંસ્થા ‘એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે’ (ADR) પોતાના એક વિશ્લેષણમાં જણાવ્યું છે કે હરિયાણા (Haryana)ના નવા ચૂંટાયેલા 90 ધારાસભ્યોમાંથી 84 ધારાસભ્યો કરોડપતિ છે. એડીઆરના રિપોર્ટ પ્રમાણે આ પહેલાની વિધાનસભામાં 90માંથી 75 ધારાસભ્યોની સંપત્તિ એક કરોડ રુપિયા કરતા વધારે હતી. તેનો અર્થ એ છે કે કરોડપતિ ધારાસભ્યોની સંખ્યામાં 10 ટકાનો વધારો થયો છે.

એડીઆર રિપોર્ટ પ્રમાણે હરિયાણામાં વર્તમાન ધારાસભ્યોની સંપત્તિ એવરેજ 18.29 કરોડ રુપિયા છે. 2014માં આ આંકડો 12.97 કરોડ રુપિયા હતો. એડીઆરના વિશ્લેષણ પ્રમાણે બીજેપીના 40માંથી 37 ધારાસભ્ય અને કૉંગ્રેસના 31માંથી 29 ધારાસભ્ય કરોડપતિ છે. દુષ્યંત ચૌટાલા (Dushyant Chautala) ની જનનાયક જનતા પાર્ટી (Jannayak Janata Party)ના 10 ધારાસભ્યો સૌથી અમીર છે. જેમની એવરેજ સંપત્તિ 25.26 કરોડ રુપિયા છે.

આ પણ વાંચો - હરિયાણામાં આ રીતે બની શકે છે BJPની સરકાર, આ છે નંબર ગેમ

રિપોર્ટ પ્રમાણે 57 ધારાસભ્યોની ઉંમર 41થી 50 વર્ષની વચ્ચે છે. 62 ધારાસભ્યો પાસે ગ્રેજ્યુએટ કે તેના કરતા ઉપરની ડિગ્રી છે. રિપોર્ટ પ્રમાણે 90 ધારાસભ્યોમાંથી 12 ઉપર અપરાધિક મામલા ચાલી રહ્યા છે. વર્તમાન વિધાનસભામાં આવા ધારાસભ્યોની સંખ્યા 9 છે. અપરાધિક મામલાનો સામનો કરી રહેલા ધારાસભ્યોમાં 4 કૉંગ્રેસના, 2 બીજેપીના અને 1 JJPનો છે.

90 સભ્યોવાળી હરિયાણા વિધાનસભામાં બીજેપીને 40 સીટો પર જીત મળી છે. કૉંગ્રેસના ખાતામાં 31 સીટો આવી છે. આ ઉપરાંત, જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ને 10 સીટો પર જીત મળી છે. જ્યારે સાત સીટો અપક્ષના ખાતામાં આવી છે. ઇન્ડિયન નેશનલ લોક દળ (આઈએનએલડી) અને હરિયાણા લોકહિત પાર્ટી (એચએલપી)ને એક-એક સીટ મળી છે.
First published: October 25, 2019
વધુ વાંચો
अगली ख़बर