બેટા અનુપ્રિયા, તું તો અમારામાં સૌથી મોટી નીકળી!

આઠ વર્ષની અનુપ્રિયાએ કેરળ રિલીફ ફંડમાં તેના ગલ્લાંની બચતના પૈસા આપી દીધા.

News18 Gujarati
Updated: August 20, 2018, 5:25 PM IST
બેટા અનુપ્રિયા, તું તો અમારામાં સૌથી મોટી નીકળી!
અનુપ્રિયા
News18 Gujarati
Updated: August 20, 2018, 5:25 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: 'હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે, સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેર જોગી જોગેશ્વરા કો'ક જાણે.' આ વાત થઇ જગત ગુરુદેવ જગદીશ્વરને ગમતા લોકોની ! જેને કંઈ કર્યાનો ભાર ન હોય એ જ ખરા અર્થમાં કશુંક કરી જતો હોય છે ! વાત નરસૈંયાની હોય કે તામિલનાડુના વીલુંપ્પુરમ જિલ્લાની આઠ વર્ષની દીકરી અનુપ્રિયાની। જે જગદીશ્વરને સાક્ષી રાખી સાક્ષીભાવે કૈક કરવા માંગતા હોય તેની ઉદાત્ત ભાવના માત્રથી જ ઘણુંખરું થઇ જતું હોય છે.

ધોરણ-2માં અભ્યાસ કરતી આઠ વર્ષની અનુપ્રિયાએ પાંચ-પાંચ રૂપિયા તેના ગલ્લામાં (જેને હવે બાળકો પિગી બેન્ક કહે છે) એટલા માટે ભેગો કર્યો કારણ આ પૈસાની બચતથી તે સાઇકલ ખરીદી શકે. અનુને તેના પિતા કેસી શન્મુઘમે બચતનો મહિમા સમજાવેલો, એટલે દીકરી એ રસ્તે ચાલી.

આ ઓક્ટોબરમાં તેનો વર્ષગાંઠ હોઈ તેની ઈચ્છા સાઇકલ ખરીદવાની હતી. પરંતુ એ પહેલા તો પાડોશી રાજ્ય કેરળને કુદરતે વરસાદ-પૂરથી ધમરોળી નાખ્યું। કુદરતના આ કહેર સામે ક્યાં કોઈનું ચાલ્યું છે?

વાંચોઃ રે બેશરમી : જાણો, Paytmના માલિકે કેરળના પૂરગ્રસ્તો માટે કેટલું દાન આપ્યું?

પરંતુ કુદરત જો કૈક લઇ લે છે તો તેને પુનઃ સ્થાપિત કરવાના હજારો રસ્તા પણ મોકલી આપે છે. કદાચ, આ કારણે જ ઈશ્વરે અનુપ્રિયાને પ્રેરણા આપી હશે. આ નાનકડી દીકરીએ દિલની 'મોટાઈ' સાબિત કરતા તેની અત્યાર સુધીની બચતના રૂ. 8,246 કેરળ રાહત ભંડોળમાં આપવાનું નક્કી કર્યું। અનુપ્રિયા કહે છે, "સાઇકલ તો ફરી ક્યારેક મોડેથી પણ લઇ લેવાશે। કેરળના લોકોનું ટીવી ઉપર દુઃખ જોઈને મેં ખુશીથી આ દાન કર્યું છે."

અનુપ્રિયાની આ બચતના પૈસામાં થોડાક પૈસા તેના પિતાએ ઉમેર્યા અને રૂ. 9000ની રકમ તેમણે મુખ્યમંત્રી રાહત નિધિમાં દાન પેટે આપ્યા.
હવે જુઓ જે અન્યની મદદ કરે છે તેની મદદે કુદરત પણ આવે છે. અનુપ્રિયાની આ વાત 'હીરો સાઇકલ'ના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર પંકજ મુંજાલના ધ્યાને આવી. તેમણે પ્રતિવર્ષ તેને ભેંટ રૂપે એક બાઈક આપવાની જાહેરાત કરી. આને કહેવાય દાન અને મોટાઈ; પેટીએમ વાળા સાહેબ!!
First published: August 20, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...