વરિષ્ઠ નાગરિકોએ ઈન્ડિયન રેલવેને ભેટમાં આપ્યા 40 કરોડ રૂપિયા

સરકારની સબસિડિ ખર્ચને ઓછો કરવાના અભિયાનમાં રેલવેથી યાત્રા કરનાર વરિષ્ઠ નાગરિકોઓ પણ સામેલ થઈ ગયા છે.

સરકારની સબસિડિ ખર્ચને ઓછો કરવાના અભિયાનમાં રેલવેથી યાત્રા કરનાર વરિષ્ઠ નાગરિકોઓ પણ સામેલ થઈ ગયા છે.

  • Share this:

સરકારની સબસિડિ ખર્ચને ઓછો કરવાના અભિયાનમાં રેલવેથી યાત્રા કરનાર વરિષ્ઠ નાગરિકોઓ પણ સામેલ થઈ ગયા છે. રેલવેની ‘સબસિડી છોઢો’ યોજના હેઠળ નવ લાખથી વધારે વરિષ્ઠ નાગરિકોને સ્વેચ્છાએ પોતાની ટિકિટ સબસિડી છોડી દીધી છે. આનાથી રેલવેને લગભગ 40 કરોડ રૂપિયાની બચત થઈ હતી.


9 લાખથી વધારેની સંખ્યામાં વરિષ્ઠ નાગરિકોએ રેલવેની ‘ગિવ અપ’ સ્કિમ હેઠળ સ્વેચ્છાએ સબસિડી છોડી હતી. ગત વર્ષે શરૂ કરવામાં આવેલી આ સ્કિમ હેઠળ સીનિયર સિટિઝન્સને રેલ ટિકિટ પર સમગ્ર છુટ લેવાની અથવા ટિકિટના સમગ્ર રૂપિયા પરત લેવાનો વિકલ્પ આપતી હતી. આ જ યોજનામાં સબસિડીની અડધી રકમ છોડવાનો અન્ય એક વિકલ્પ પણ ઉમેરવામાં આવ્યો છે.


રેલવે સીનિયર સિટિઝન કેટેગરીની ટિકિટ પર સબસિડીના રૂપે આશરે 1,300 કરોડ રૂપિયાનો બોજ ઉઠાવે છે. આ સ્કિમનું લક્ષ્ય આ રકમ ઘટાડવાનું છે. 22 જુલાઇથી 22 ઓક્ટોબર 2017 વચ્ચે આશરે 2.16 લાખ વૃદ્ધ પુરૂષ અને 2.67 લાખ વૃદ્ધ મહિલાઓએ પોતાની સમગ્ર સબસિડી છોડી દીધી છે. જ્યારે 2.51 લાખ વૃદ્ધ પુરૂષ અને 2.05 લાખ વૃદ્ધ મહિલાઓએ અડધી સબસિડી છોડી હતી. આ રીતે ત્રણ મહિનામાં સબસિડી છોડનાર 60 વર્ષથી વધારે ઉંમરના યાત્રીઓની કુલ સંખ્યા 9.39 લાખ રહી હતી.


ગત વર્ષે આ જ સમયગાળામાં 4.68 લાખ વરિષ્ઠ નાગરિકોએ જ સબસિડી છોડી હતી. જેમાં 2.35 લાખ પુરૂષ જ્યારે 2.33 લાખ મહિલાઓનો સમાવેશ થાય છે. રેલ મંત્રાલયના એક વરિષ્ઠ નાગરિકે જણાવ્યું હતું કે,”આંકડાઓથી જાણ થાય છે કે એક વર્ષમાં સબસિડી છોડનારની સંખ્યા બેગણી થઇ ગઇ છે. આ રેલવે માટે સૌથી મોટા ન્યૂઝ છે કારણકે અમે સબસિડી દ્વારા થતી ખોટને સરખી કરવાની કોશિશ કરી રહ્યાં છીએ.”


રેલવે હાલ રેલભાડાના 43 ટકા પોતે જ ભોગવી રહ્યું છે. જેથી યાત્રીના ભાડામાં સબસિડીના રૂપમાં એક વર્ષમાં 30,000 કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. જેમાં 1,600 કરોડ રૂપિયા કન્સેશન ટિકિટ આપવામાં ખર્ચ થાય છે. રેલવે દરેક શ્રેણીની ટિકિટ વેચીને પોતાની કુલ ખર્ચનો માત્ર 57 ટકા ભાગ જ મેળવી શકે છે.

First published: