Home /News /india /ગુવાહાટીમાં ગ્રેનેડ બ્લાસ્ટમાં છ લોકો ઈજાગ્રસ્ત, ત્રણની ધરપકડ

ગુવાહાટીમાં ગ્રેનેડ બ્લાસ્ટમાં છ લોકો ઈજાગ્રસ્ત, ત્રણની ધરપકડ

ગુવાહાટીના વ્યસ્ત ઝૂ રોડ વિસ્તારમાં એક શોપિંગ મોલની બહાર ગ્રેનેડથી હુમલાના સમાચાર

મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે ઘટનાની નિંદા કરી

ગુવાહાટીના વ્યસ્ત ઝૂ રોડ વિસ્તારમાં એક શોપિંગ મોલની બહાર ગ્રેનેડથી હુમલાના સમાચાર છે. આ હુમલામાં છ  લોકો ઈજાગ્રસ્ત હોવાની જાણકારી છે. ઘટનાની જાણ થતા પોલીસ અને સુરક્ષાબળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તપાસ ચાલી રહી છે. આ હુમલામાં ઉલ્ફાનો હાથ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે ઘટનાની નિંદા કરી છે. આ મામલે પોલીસે ત્રણ લોકોની તિનસુકિયાથી ધરપકડ કરી છે. જેમાં એક પોલીસ અધિકારી ભાસ્કર કલિતાની હત્યામાં સામેલ હતો. અસમના ડીજીપી કુલધર સૈકિયાએ જણાવ્યું છે કે હુમલાની તપાસ શરુ કરી દેવામાં આવી છે.

જાણકારી પ્રમાણે ગુવાહાટીના ઝૂ રોડના એક શોપિંગ મોલમાં જ્યારે લોકો ફરી રહ્યા હતા. તે દરમિયાન ત્યાં કેટલાક લોકો પહોંચ્યા હતા અને મોલની બહાર ગ્રેનેડથી હુમલો કરી દીધો હતો. આ હુમલામાં  6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તમાં બે પોલીસકર્મી હોવાની માહિતી છે.





જાણકારી પ્રમાણે ગ્રેનેડથી થયેલા વિસ્ફોટમાં ઘણા લોકો રસ્તા ઉપર જ પડી ગયા હતા. લોહીથી લથપથ લોકોને સ્થાનિક લોકોએ તરત સારવાર માટે નજીકની હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. હુમલાવર ગ્રેનેડ ફેંક્યા પછી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. હુમલાની સુચના પછી સ્થાનિક પોલીસ અને સુરક્ષાબળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે.
First published:

Tags: Guwahati, Shopping mall