Home /News /india /

'ગાજા' વાવાઝોડાનો કહેર: તામિલનાડુમાં કુલ 20 લોકોનાં મોત

'ગાજા' વાવાઝોડાનો કહેર: તામિલનાડુમાં કુલ 20 લોકોનાં મોત

12 હજાર વીજળીના થાંભલા તૂટી પડ્યા છે.

શુક્રવારની મોડી રાતે 1.40 કલાકે આ વાવાઝોડાએ તમિલનાડુના નાગાપટ્ટિનમ પાસે લેંડફોલ કર્યો.

    વાવાઝોડું 'ગાજા' તમિલનાડુના કિનારે અથડાઇ ગયું છે. શુક્રવારની મોડી રાતે 1.40 કલાકે આ વાવાઝોડાએ તમિલનાડુના નાગાપટ્ટિનમ પાસે લેંડફોલ કર્યો. લેંડફોલ દરમિયાન હવાની ગતિ આશરે 90-100 કિમી પ્રતિકલાક નોંધવામાં આવી છે.

    હાલ મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધી 12,000 વીજળીના થાંભવા તૂટી પડ્યા છે. આ વાવાઝોડાને કારણે કુલ 20 લોકોના મોત નીપજ્યા છે. સરકારે મૃતકોના પરિવારને 10 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.

    હવામાન વિભાગ પ્રમાણે વાવાઝોડું ગાઝા નાગપટ્ટનમ અને વેદારનિયમ વચ્ચે પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ કિનારાઓ પરથી આગળ વધી રહ્યું છે. આ તોફાન પશ્ચિમ તરફ આગળ વધશે અને આવનારા 6 કલાકોમાં ધીરે ધીરે નરમ પડવા લાગશે. 76000 લોકોના ઘર ખાલી કરાવવામાં આવ્યાં છે.

    દિવાલ પડવાથી 4 લોકોનાં મોત

    દિવાલ ધરાશયી થતા ચાર લોકોએ જીવ ગુમાવ્યાં છે.


    'ગાજા' વાવાઝોડાને કારણે શુક્રવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે તંજાવર જિલ્લામાં દિવાલ ધરાશયી થતા ચાર લોકોએ જીવ ગુમાવ્યાં છે.

    જોરદાર વરસાદ વરસી રહ્યો છે

    વાવાઝોડુ જે જિલ્લાઓમાં પ્રભાવિત થવાની સંભાવના હતી ત્યાં હાલ જોરદાર વરસાદ વરસી રહ્યો છે. નાગપટ્ટનમ જિલ્લામાં અત્યાર સુધી 1313 લોકોને રાહત કેન્દ્રોમાં મોકલી દેવામાં આવ્યાં છે. નિચાણવાળા વિસ્તારના રહેવાસીઓને સુરક્ષિત સ્થાનો પર મોકલી દેવામાં આવી રહ્યાં છે.



    શુક્રવારે જ આપી હતી રજા

    જે વિસ્તારોમાં વાવાઝોડુ જવાની સંભાવના હતી ત્યાં કાંઠાના લોકોને શુક્રવારે સલામત સ્થળે ખસેડાયા હતા. યાત્રિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો હતો. ખાનગી કંપનીઓએ રજા જાહેર કરવા સૂચના અપાઈ હતી. રાજ્યના કોસ્ટગાર્ડ અને નેવીના જવાનો સ્થિતિ પર નજર રાખી રહ્યા હતાં. વાવાઝોડું ત્રાટકવાના સંભાવનાને પગલે દક્ષિણ રેલવેએ ચાર ટ્રેન રદ કરી હતી અને ચાર એક્સપ્રેસ ટ્રેનને ડાયવર્ટ કરી હતી.

    મોબાઇલ ઓપરેટરોને અપાઇ હતી સૂચના

    વાવાઝોડું ત્રાટકે ત્યારે દરિયાકાંઠાના વિસ્તારમાં મોબાઇલ નેટવર્ક ઠપ થવાની ભીતિને પગલે સરકારે મોબાઇલ ઓપરેટરોને નેટવર્ક પર સાબદા રહેવાની સૂચના આપી હતી અને નેટવર્ક ન ખોરવાય તે જોવા જણાવ્યું હતું.

    તંત્ર સાબદુ બન્યું


    તંત્રને સાબદુ કર્યું

    દરમિયાન તામિલનાડુ સરકારે સંભવિત જોખમો સામે વહીવટી તંત્ર તૈયાર હોવાનો દાવો કર્યો હતો. જીવન જરૂરી ચીજો સાથે લગભગ ૬૦૦૦થી વધુ રાહત કેન્દ્રો તૈયાર છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ચાર ટીપોના ૯૦૦૦ જવાનો બચાવ કાર્ય માટે તૈનાત છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Cyclone Gaja, Hurricane gaza, Tamil Nadu

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन