પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (United Nations General Assembly)એ શુક્રવારે સાંજે ન્યૂયોર્ક(New York)માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (United Nations General Assembly)ની બેઠકમાં દુનિયાને શાંતિ અને ભાઇચારાનો સંદેશો આપ્યો હતો. પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું હતું કે ભારતે દુનિયાને યુદ્ધ નહીં પણ બુદ્ધ આપ્યા છે. પીએમે પોતાના સંબોધનમાં મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ અને તમિલ કવિ કણિયન પૂંગુન્ડ્રનારને પણ યાદ કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી UNGAમાં આપેલા ભાષણની ખાસ વાતો.
1. પીએમ મોદીએ UNGAમાં પોતાના ભાષણની શરુઆત મહાત્મા ગાંધીને યાદ કરીને કરી હતી. મોદીએ કહ્યું હતું કે દુનિયા આ વર્ષે મહાત્મા ગાંધીની 150મી જયંતી મનાવી રહ્યું છે. ગાંધીનો અહિંસા અને શાંતિનો સંદેશો આજે પણ દુનિયા માટે મહત્વપૂર્ણ છે.
2. પીએમ મોદીએ પુરી દુનિયાને આતંકવાદ સામે એકજુટ થવાનો સંદેશો પણ આપ્યો છે. પીએમે તેને દુનિયા માટે સૌથી મોટો પડકાર બતાવ્યો છે. મોદીએ કહ્યું હતું કે આતંકના નામે દુનિયાએ વહેંચાઈ જવાના બદલે સાથે રહેવું જોઈએ. આ જ સંયુક્ત રાષ્ટ્રનો સિદ્ધાંત પણ રહ્યો છે.
3. પીએમ મોદીએ યુદ્ધ ઉપર ભારતનું વલણ પણ UNGAમાં સ્પષ્ટ કરી દીધું છે. મોદીએ સ્પષ્ટ કર્યું છે કે અમે દુનિયાને યુદ્ધ નહીં બુદ્ધ આપ્યા છે. અમે દુનિયાને આતંક સામે સતર્ક કરતા રહ્યા છીએ. અમે ગંભીરતાથી સતર્ક તો કરી રહ્યા છીએ પણ અમારા અવાજમાં તેની સામે આક્રોશ પણ છે.
4. પીએમ મોદીએ ભારતની સંસ્કૃતિથી દુનિયાને જીવવાની રીત શીખવાનો પણ સંદેશ આપ્યો હતો. મોદીએ કહ્યું હતું કે ભારત હજારો વર્ષ જુની મહાન સંસ્કૃતિ છે, જેની પોતાની પરંપરાઓ છે. મોદીએ કહ્યું હતું કે અમે સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસના મંત્ર પર વિશ્વાસ રાખીએ છીએ.
5. પીએમ મોદીએ UNGAમાં ભારતની વાત રાખતા એવા ગૌરવશાળી લક્ષ્યોનો ઉલ્લેખ કર્યો, જેણે દેશે છેલ્લા કેટલાક વર્ષોમાં મેળવ્યા છે. મોદીએ કહ્યું હતું કે અમે ફક્ત 5 વર્ષમાં 10 કરોડથી વધારે ટોઇલેટ બનાવ્યા છે. અમારો લક્ષ્યાંક 15 કરોડ ઘરો સુધી સ્વચ્છ પાણી પહોંચાડવાનો અને 2022 સુધી 2 કરોડ નવા પાકા ઘર બનાવાનો છે.
6. ક્લાઇમેન્ટ ચેન્જના મુદ્દા ઉપર પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત તે દેશોમાંથી છે જેનું ગ્લોબલ વોર્મિંગમાં યોગદાન ના બરાબર છે. જોકે તેની સામે લડનારમાં ભારત સૌથી આગળ ઉભેલા દેશોમાંથી એક છે.
7. પીએમ મોદીએ સ્વામી વિવેકાનંદના વર્લ્ડ રિલીજિયસ કૉંગ્રેસમાં આપેલા ભાષણનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે હું પણ દુનિયાને આ મંચ પરથી તે સંદેશો આપવા આવ્યો છું - હાર્મની એન્ડ પીસ.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર