Home /News /india /

આસામમાં ઝેરી દારૂ પીવાથી 66 લોકોનાં મોત, મૃતાંક વધવાની શક્યતા

આસામમાં ઝેરી દારૂ પીવાથી 66 લોકોનાં મોત, મૃતાંક વધવાની શક્યતા

આસામમાં ઝેરી દારૂ પીવાથી 66 લોકોનાં મોત

સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ ઘટના ગુરુવારે સાંજે સલમારા ચાનાં બગીચામાં થઇ હતી.

    ન્યૂઝ 18 ગુજરાતી: આસામના ગોલાઘાટ જિલ્લામાં એક ચાના બગીચામાં ઝેરી દારૂ પીવાથી 66 લોકોનાં મોત થયા છે. જ્યારે અન્ય ઘણાં લોકોની સ્થિતિ ગંભીર છે જેમને ગોલાધાટ સિવિલ હોસ્પિટલમાં અને જોરહાટ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. મરનાર લોકોનાં આંકડા વધવાની શક્યતા છે.

    સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ ઘટના ગુરુવારે સાંજે સલમારા ચાનાં બગીચામાં થઇ હતી. જ્યાં કાચો દારૂ પીવાથી ચાર મહિલાઓની મોત થઇ ગઇ હતી. જે પછી મૃતકોનો આંકડો વધતો વધતો 66 સુધી પહોંચી ગયો છે.

    આ પણ વાંચો: UP અને ઉતરાખંડમાં લઠ્ઠાકાંડથી હાહાકાર, ઝેરી દારૂથી 90નાં મોત, 175ની ધરપકડ

    ભાજપના ધારાસભ્ય મૃનાલ સાઇકિઆએ જણાવ્યું હતું કે ગુરૂવાર રાતે સલમારા ટી ગાર્ડનમાં કામ કરતા 100થી વધુ મજૂરોએ ઝેરી દારૂ ગટગટાવ્યો હતો. આ તમામ લોકોએ એક જ વ્યકિત પાસેથી દારૂ ખરીદ્યો હતો.

    આ ઘટનાના સંદર્ભમાં પોલીસે બે વ્યકિતની ધરપકડ કરી છે. આસામના મુખ્યપ્રધાન સોનોવાલે આ ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે. અઆ જિલ્લાના બે એક્સાઇઝ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.


    ગોલાઘાટ સિવિલ હોસ્પિટલમાં જ્યારે બિમાર લોકોને લાવવામાં આવ્યા ત્યારે જ ડોક્ટરોને ૧૨ લોકોને મૃત જાહેર કર્યા હતાં. થોડા સમય પછી વધુ ત્રણ અને શુક્રવારના રોજ વધુ ૧૫ લોકોનાં મોત થયા હતાં.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Hooch Tragedy, Spurious liquor, અકસ્માત, આસામ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन