યૂપી : એટાની ફટાકડા ફેક્ટરીમાં ભીષણ ધમાકો, 6 લોકોના મોત

News18 Gujarati
Updated: September 21, 2019, 6:39 PM IST
યૂપી : એટાની ફટાકડા ફેક્ટરીમાં ભીષણ ધમાકો, 6 લોકોના મોત
યૂપી : એટાની ફટાકડા ફેક્ટરીમાં ભીષણ ધમાકો, 6 લોકોના મોત

ધમાકો એટલો જોરદાર હતો કે ફટાકડાની ફેક્ટરીના આસપાસના મકાન ક્ષત્રિગ્રસ્ત થઈ ગયા

  • Share this:
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના એટા જિલ્લામાં (Etah District ) મિરહચી (Mirahchi)ક્ષેત્રમાં શનિવારે એક ફટાકડાની ફેક્ટરી(Patakha Factory) માં ભીષણ ધમાકો થયો હતો. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો કાટમાળમાં દબાયેલા છે. ધમાકો એટલો જોરદાર હતો કે ફટાકડાની ફેક્ટરીના આસપાસના મકાન ક્ષત્રિગ્રસ્ત થઈ ગયા હતા. ઘટનાસ્થળે જિલ્લા પ્રશાસનના અધિકારી રાહત-બચાવ કાર્યમાં જોડાઈ ગયા છે. હાલ ઘટના કયા કારણોસર બની તેનો ખુલાસો થયો નથી. ઘટનાસ્થળે પોલીસ અને અધિકારી તપાસમાં લાગી ગયા છે.

જાણકારી પ્રમાણે મિરહચીના મોહલ્લા ગઢ્ઢા સ્થિતિ એક મકાનમાં આતશબાજી બનાવવામાં આવી રહી હતી. આ ફેક્ટરીનું લાઇસન્સ મુન્ની દેવીના નામે છે.

જાણકારી પ્રમાણે મકાનની અંદર ઓછામાં ઓછા 15-20 લોકો ઉપસ્થિત હતા. તેમાં બાળકો અને મહિલાઓ પણ હતી. ફટાકડા કોન્ટ્રાક્ટ પર બનાવવામાં આવી રહ્યા હતા. જેથી ત્યાં શ્રમિકો હોવાની પણ સંભાવના છે. આ ધમાકાના કારણે આસપાસના ચાર-પાંચ મકાન ક્ષતિગ્રસ્ત થયા છે. બે મકાન સંપૂર્ણ ધ્વંસ થયા છે.

ઉલ્લેખનિય છે કે પંજાબનાં બટાલામાં 4 સપ્ટેમ્બરે ફટાકડાની ફેક્ટરીમાં ધમાકો થયો હતો. જેમાં 23 લોકોના મોત થયા હતા.
First published: September 21, 2019, 5:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading