મોદી સરકારના ચાર વર્ષ પૂર્ણ, પીએમે માન્યો જનતાનો આભાર

News18 Gujarati
Updated: May 26, 2018, 10:00 AM IST
મોદી સરકારના ચાર વર્ષ પૂર્ણ, પીએમે માન્યો જનતાનો આભાર

  • Share this:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને આજે એટલે શનિવારે ચાર વર્ષ પૂરા થયા છે. મોદીએ 2014માં 26 મેના રોજ વડાપ્રધાન પદની શપથ લીધી હતી. પોતાની સરકારના ચાર વર્ષ પૂર્ણ થતાં પીએમ મોદીએ ટ્વિટર પર દેશની જનતાનો આભાર માન્યો છે.

વડાપ્રધાને એક પછી એક ચાર ટ્વિટ કર્યા છે. પહેલા ટ્વિટમાં તેમણે લખ્યું, "2014માં આજના દિવસે જ અમે બધાએ સાથે મળીને ભારતને ટ્રાન્સફોર્મ કરવાની દિશામાં કામ શરૂ કર્યું છે. ગત ચાર વર્ષોમાં વિકાસનું એક મોટું મૂવમેન્ટ ચાલ્યું છે. દરેક નાગરિકને અહેસાસ થયો છે કે તેઓ દેશની મહત્તમ ભૂમિકા ભજવી રહ્યો છે. 125 કરોડ જનતા દેશને નવી ઊંચાઇ પર લઇ જઇ રહ્યાં છે."

જે પછી તેમણે લખ્યું, 'મારી સરકાર પર વિશ્વાસ રાખવા માટે હું દેશનો આભારી છું. તમારો આ પ્રેમ અને સમર્થન જ અમારી સરકારની પ્રેરણાનો સ્ત્રોત અને તાકાત છે. અમે આ જ નિષ્ઠા સાથે દેશની સેવા કરતા રહીશું.'



સરકારના ચાર વર્ષ પુર્ણ થયા એટલે બીજેપી ટ્વિટર પર 'સાફ નિયત સહી વિકાસ'નું હેશટેગ ટ્રેન્ડ કરાવી રહી છે. આ હેશટેગ સાથે પીએમ મોદીએ બે ટ્વિટ કર્યા છે.

તેમણે એક વીડિયો પણ શેર કર્યો છે.



મોદી સરકારના ચાર વર્ષ પૂર્ણ થતાંની સાથે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ બીટ્રેયલ દિવસ ઉજવી રહી છે. કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ, જ્યોતિરાદિત્ય સંધિયા અને અખિલેશ યાદવે મોદી સરકારના ચાર વર્ષની આલોચના કરતા ટ્વિટ કર્યા છે.
First published: May 26, 2018, 10:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading