કોલકાતાઃ નર્સરીની 4 વર્ષની બાળકીનું જાતિય શોષણ, સ્કૂલ બહાર દેખાવો

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: December 2, 2017, 3:54 PM IST
કોલકાતાઃ નર્સરીની 4 વર્ષની બાળકીનું જાતિય શોષણ, સ્કૂલ બહાર દેખાવો
બંને ચોકલેટની લાલચ આપીને બાળકીને ટોઇલેટમાં લઈ ગયા હતા, અને તેનું જાતિય શોષણ કર્યું હતું. શનિવારે ઘટનાથી નારાજ વાલીઓએ સ્કૂલ બહાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું.

બંને ચોકલેટની લાલચ આપીને બાળકીને ટોઇલેટમાં લઈ ગયા હતા, અને તેનું જાતિય શોષણ કર્યું હતું. શનિવારે ઘટનાથી નારાજ વાલીઓએ સ્કૂલ બહાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું.

  • Share this:
કોલકાતાઃ નર્સરીમાં ભણતી ચાર વર્ષની એક બાળકીનું શહેરની એક ખાનગી સ્કૂલમાં જાતિય શોષણ થયાની ઘટના સામે આવી છે. પોલીસે આ ઘટનામાં બે પીટી શિક્ષકની POSCO એક્ટ અંતર્ગત ધરપકડ કરી છે. બંને ચોકલેટની લાલચ આપીને બાળકીને ટોઇલેટમાં લઈ ગયા હતા, અને તેનું જાતિય શોષણ કર્યું હતું. શનિવારે ઘટનાથી નારાજ વાલીઓએ સ્કૂલ બહાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું.

પોલીસના જણાવ્યા પ્રમાણે જી.ડી બિરલા એજ્યુકેશન સેન્ટર સ્કૂલના બે પીટી શિક્ષકની આ કેસમાં ધરપકડ કરીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. બાળકીના માતાપિતાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સ્કૂલ સૂત્રોના જણાવ્યા પ્રમાણે બાળકીને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હોસ્પિટલે પણ તેના રિપોર્ટમાં બાળકીનું જાતિય શોષણ થયું હોવાની પુષ્ટિ કરી છે.

શાળાના સંચાલકોએ કહ્યું કે અહીં ભણતા બાળકોની સુરક્ષા તેમની પ્રાથમિકતા છે તો પશ્ચિમ બંગાળના શિક્ષામંત્રી પાર્થા ચેટર્જીએ કહ્યું કે આ ઘટનાની ગંભીરતાથી નોંધ લેવામાં આવશે. રાજ્ય બાળ સંરક્ષણ આયોગના અધ્યક્ષા અનન્યા ચક્રવર્તીના મતે સ્કૂલમાં ત્રણ વર્ષ પહેલા પણ આવી જ ઘટના બની હતી. આ ઘટનાથી બોધપાઠ લઈને પણ સ્કૂલમાં સીસીટીવી કેમેરા કેમ નથી લગાવવામાં આવ્યા તે એક મોટો પ્રશ્ન છે.
First published: December 2, 2017, 11:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading