જમ્મુ-કાશ્મીરઃ નોર્થ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા કરવામાં આવેલા IED બ્લાસ્ટમાં ચાર પોલીસમેન શહીદ થયા છે. જ્યારે બે પોલીસ જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. સોપોર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા જવાનો બ્લાસ્ટનો ભોગ બન્યા હતા.
કાશ્મીરના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IGP) મુનીર ખાને જણાવ્યું હતું કે, IED બ્લાસ્ટમાં ચાર પોલીસમેને જીવ ગુમાવ્યો છે. બ્લાસ્ટને કારણે ત્રણ દુકાનને પણ નુકસાન પહોંચ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આતંકીઓએ સોપોરમાં છોટા બજાર અને બડા બજાર વચ્ચે આવેલી એક લેનની એક દુકાન નીચ IED પ્લાન્ટ કર્યો હતો.
પેટ્રોલિંગ કરી રહ્યા હતા જવાનો
સોપોર વિસ્તારમાં અલગતાવાદીઓ દ્વારા શનિવારે બંધ તેમજ રેલી કાઢીને દાખાવો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના અનુસંધાને પોલીસના જવાનો આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. બ્લાસ્ટ બાદ પોલીસ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
જમ્મુ-કાશ્મીરના સીએમ મહેબૂબા મુફ્તિએ ટ્વિટ કરીને ચાર પોલીસ જવાનના મોતની ઘટનાને દુઃખદ ગણાવી હતી, તેમજ મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
Pained to hear that four policeman have been killed in an IED explosion in Sopore. My deepest condolences to their families.