ધુમ્મસની ચાદરમાં લપેટાયું ઉત્તર ભારત, યૂપીમાં ઠંડીથી 4નાં મોત, 18 ટ્રેન રદ્દ

  • Share this:
કશ્મીર અને હિમાચલની હિમવર્ષાની અસર ગ્રાઉન્ડ વિસ્તારમાં પણ જોવા મળી રહી છે. રાજધાની દિલ્લી સહિત પુરા ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી વરસી રહી છે. તો ઠંડીના કારણે યુપીમાં 4 લોકોના મોત થયા હોવાની ખબરો સામે આવી છે.

આ બધા વચ્ચે ધુમ્મસના કારણે રેલ અને હવાઈ યાત્રા પર અસર પડી છે. દિલ્લીથી આવતી-જતી 49 ટ્રેન સમય કરતાં મોડી ચાલી રહી છે. જ્યારે 13 ટ્રેનોના સમયમાં પરિવર્તન કરવામાં આવ્યો છે. જ્યારે 18 ટ્રેનો રદ્દ થઈ છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ, હરિયાણા, હિમાચલ, રાજસ્થાન, ઉત્તરાખંડ, બિહાર, મધ્યપ્રદેશ અને ઝારખંડમાં શીતસહેર અને ઠંડી જામી છે. હિમાચલ પ્રદેશના મનાલીના રોહતાંગ, પલચાન કોઠી, સોલંગ નાલા સહિત આસપાસના ક્ષેત્રોમાં હિમવર્ષા થઈ. જેને લઈને ઘાટીમાં ઠંડી વધી ગઈ છે.કડકડતી ઠંડીના કારણે લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે. ઠંડી સાથે ભારે ધુમ્મસના કારણે ગાડિઓની સ્પીડ પર બ્રેક લાગી ગઈ છે. સાથે જ હવાઈ મુસાફરી પર પણ અસર પડી છે.તો ભારે ઠંડીના કારણે દિલ્લી અને NCRમાં સ્કુલોમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. દિલ્લીમાં લઘુતમ તાપમાન 6 ડિગ્રી અને મહતમ તાપમાન 21 ડિગ્રી રહ્યું છે.મુઝફ્ફરનગરમાં આજે 3.4 ડિગ્રી સેલ્સિયલ સુધી ગગળયું છે. લદાક ક્ષેત્ર અને કશ્મીર ઘાટીના કેટલાક વિસ્તારો લઘુતમ તાપમાનમાં સુધારો જોવા મળ્યો છે.

ગુલમર્ગનું લઘુતમ તાપમાન શૂન્યથી 9 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે. દક્ષિણ કશ્મીરના કોકરનાગ શહેરમાં લઘુતમ તાપમાન શૂન્યથી 3.4 ડિગ્રી ઓછુ નોંધવામાં આવ્યું છે. પંજાબના અમૃતસરમાં લઘુતમ તાપમાન 3.3 ડિગ્રી નોંધવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસો સુધી ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે.
First published: