દિલ્હી : ગૌશાળામાં 36 ગાયોના મોત, કાદવ અને ગંદકીથી સંક્રમણના કારણે બની ઘટના!

News18 Gujarati
Updated: July 27, 2018, 6:55 PM IST
દિલ્હી : ગૌશાળામાં 36 ગાયોના મોત, કાદવ અને ગંદકીથી સંક્રમણના કારણે બની ઘટના!
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
દિલ્હીના દ્વારકા જિલ્લાના થાવલા વિસ્તારના ઘુમ્મન હેરા ગામમાં એક ગૌશાળામાં 36 ગાયોના મોતનો મામલો બહાર આવ્યો છે. ગામના લોકો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે અહીં બે દોઢથી બે હજાર જેટલી ગાયોને રાખવામાં આવે છે પણ તેની સારસંભાળ અને સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવામાં આવતો નથી. ગાયોના મોતનું આ સૌથી મોટું કારણ છે.

જાણકારી પ્રમાણે લગભગ 9 એકરમાં ગૌશાળાની બાઉન્ડ્રી છે અને લગભગ 20 એકર જમીનમાં ગૌશાળા બનેલી છે. આ ગૌશાળા એક ટ્ર્સ્ટ દ્વારા ચલાવવામાં આવે છે. સ્થાનિક લોકોનું માનવું છે કે આ ગૌશાળાના નામ પર એમસીડીમાંથી દાન પણ મળે છે. ગૌશાળામાં ઘણું પાણી ભરાયેલું છે અને ગંદકી પણ છે. સાથે મચ્છર પણ ઘણા છે. ગાયોના મોત માટે ગંદકી અને કાદવથી થયેલા સંક્રમણને કારણ માનવામાં આવે છે.

આ વિશે ડીસીપી (દ્વ્રારકા) એન્ટો અલ્ફાંસના મતે ઘુમ્મન હેરા વિસ્તારના છાવલામાં 36 ગાયોના મોત થયા છે. ગાયો આચાર્ય સુશીલની બતાવવામાં આવી રહી છે. ડીસીપીએ કહ્યું હતું કે શરૂઆતની તપાસમાં લાગી રહ્યું છે કે ગાયોના મોત બિમારીના કારણે થયા છે. ગૌશાળાની આસપાસ પણ પાણી ભરેલ છે. સ્થળ પર પોલીસની ટીમ અને વેટરનરી વિભાગના લોકો હાજર છે, જે પણ લાપરવાહી હશે તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.

સાઉથ એમસીડીના મેયર નરેન્દ્ર ચાવલાનું કહેવું છે કે જ્યાં ગાયોના મોત થયા છે તે ગૌશાળા દિલ્હી સરકારને અધીન છે. અમે ફક્ત બીમાર ગાયોને ઠેકદાર દ્વારા ત્યાં મોકલી આપીએ છીએ. ગૌશાળાનું પ્રશાસન, સંચાલન અને રખવાળી બધુ દિલ્હી સરકારના અધિન છે.
First published: July 27, 2018, 6:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading