કેરળ: પૂરથી 324 લોકોનાં મોત, 3 લાખ બેઘર, એક દિવસમાં 80,000થી વધારે લોકોનું રેસ્ક્યૂ

વર્ષ 1924 પછીનું આ સૌથી ખતરનાક પૂર છે

કેરળના ટુરિઝમ પર પણ ભારે ફટકો પડ્યો છે. મુન્નાર સહિતના ટુરિસ્ટ સ્પોટ પર પાણી ફરી વળ્યા છે. હજી પણ કેરળના 12 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

 • Share this:
  કેરળમાં ભારે વરસાદ, પૂર તથા ભૂસ્ખલનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. રાજ્યમાં ભારે વરસાદ તથા પૂરના કારણે 324 લોકોનાં મોત થઇ ચૂક્યા છે. વર્ષ 1924 પછીનું આ સૌથી ખતરનાક પૂર છે. પૂરના કારણે આશરે 2 કરોડ લોકો પ્રભાવિત થયા છે. જેમાં આશરે 3 લાખ લોકોએ રાહત શિબિરોમાં શરણ લીધી છે.  પાણી ભરાઈ જવાના કારણે કોચી એરપોર્ટને 26 ઓગસ્ટ સુધી બંધ કરી દેવામાં આવ્યુ છે.

  324 લોકોના મોત

  NDRF સહિત તટરક્ષક દળ તથા ત્રણે સેનાની ટુકડીઓ રાહત તથા બચાવ કાર્યમાં લાગી ગઇ છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિઝયને શુક્રવારે જણાવ્યું કે રાજ્યમાં 29 મેથી લઇને શુક્રવાર સુધી 324 મોત થઇ છે. તેમણે જણાવ્યું કે શુક્રવારે 88,442 લોકોને બચાવવામાં આવ્યાં છે અને 3,14,491 લોકો રાહત શિબિરોમાં છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આખા રાજ્યમાં 2094 રાહત શિબિર બનાવવામાં આવી છે જ્યાં લોકોને ભોજન તથા પાણી આપવામાં આવે છે. કેરળના પેરિયાર સહિતના 35 ડેમ ભરાઈ ગયા છે.

  88,442 લોકોને બચાવવામાં આવ્યાં છે


  મુખ્યમંત્રી કાર્યલયે એક નિવેદનમાં કહ્યું કે, 'રાષ્ટ્રીય આપદા મોચન દળ, ફાયર વિભાગ, ત્વરિત પ્રક્રિયા દળ તથા અન્યની સાથે સેના પણ હવે બચાવ અભિયાનમાં લાગી ગઇ છે.' કેરળમાં 3000 હેક્ટર ઉપરાંત જમીન પરની ખેતી બરબાદ થઈ ચુકી છે. 2857 જેટલી રાહત છાવણીઓમાં 1.65 લાખ લોકોને મોકલવામાં આવ્યા છે. સીએમ પિનરાઈ વિજયને જણાવ્યું કે, મે મહિનાથી અત્યાર સુધીમાં 324 લોકોના મોત થયા છે. 1568 રાહત કેમ્પમાં લોકેને સ્થાન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

  અન્ય રાજ્યોએ મદદ માટે લંબાવ્યો હાથ

  દિલ્હી સરકારે રૂ. 10 કરોડની સહાય આપવાની જાહેરાત કરી છે. જ્યારે તેલંગાનાના મુખ્યમંત્રી કેસી રાવે કેરળને 25 કરોડ રૂપિયાની મદદ કરવાનું એલાન કર્યું છે. આ સાથે આઈસીઆઈસીઆઈ બેંકે પૂર વિસ્તારોની મદદ માટે 10 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

  ટુરિઝમને ભારે ફટકો

  કેરળના ટુરિઝમ પર પણ ભારે ફટકો પડ્યો છે. મુન્નાર સહિતના ટુરિસ્ટ સ્પોટ પર પાણી ફરી વળ્યા છે. હજી પણ કેરળના 12 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે શનિવારે પૂર પ્રભાવિત વિસ્તારનું હવાઈ સર્વે કરશે. પૂરના કારણે કેરળના મોટેભાગના શહેરોની હોસ્પિટલમાં સ્ટાફ ઘટીને 30 થી 35 ટકા રહ્યો છે. જ્યારે બેડોની સંખ્યામાં 80 થી 90 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. લિક્વિડ ઓક્સિજન સપ્લાઇ અને જનરેટર ચલાવવા માટે ડીઝલ સ્ટોકની ખોટ પડી રહ્યું છે. જેના કારણે હોસ્પિટલમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

  કેરળમાં પૂરની સ્થિતિના નિરક્ષણ માટે પીએમ મોદી કેરળ પહોંચી ગયા છે.


  પીએમ મોદી કેરળની મુલાકાતે

  કેરળના પૂરની સ્થિતિના નિરક્ષણ માટે પીએમ મોદી કેરળ પહોંચી ગયા છે. શનિવાર સવારે તે પૂર પ્રભાવિત વિસ્તારોનું નિરક્ષણ કરશે. તે બાદ તેઓ મુખ્યમંત્રી તથા વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરશે.
  Published by:Kaushal Pancholi
  First published: