Home /News /india /

300 બેઠકો જીતીને એનડીએની સરકાર બનાવીશું : અમિત શાહ

300 બેઠકો જીતીને એનડીએની સરકાર બનાવીશું : અમિત શાહ

ભાજપની પ્રેસ કોન્ફરન્સમાં અમિત શાહે ખુલ્લા દિલે જવાબ આપ્યા, કહ્યું - મોદીને વડાપ્રધાન બનાવવા માટે ચાલી રહી છે પ્રચંડ લહેર

ભાજપની પ્રેસ કોન્ફરન્સમાં અમિત શાહે ખુલ્લા દિલે જવાબ આપ્યા, કહ્યું - મોદીને વડાપ્રધાન બનાવવા માટે ચાલી રહી છે પ્રચંડ લહેર

  ન્યૂઝ18 ગુજરાતી : ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા શુક્રવારે દિલ્લીમાં એક પત્રકાર પરિષદનું આયોજન થઇ ગયું. આ પત્રકાર પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને પક્ષના અન્ય મોટા નેતાઓ પણ હાજર રહ્યા. આ પ્રેસ કોન્ફરન્સમાં અમિત શાહે કહ્યું કે, પ્રજાએ અમારો સ્વીકાર કર્યો છે અને અમે 300થી વધુ બેઠકો જીતીને સરકાર બનાવીશું। તેમણે કહ્યું હતું કે આજે ચૂંટણી અભિયાન પૂર્ણ થઇ રહ્યું છે અને જે ઘણું લાબું ચાલ્યું.

  મોદીનો પ્રયોગ પ્રજાએ સ્વીકાર્યો- અમિત શાહે કહ્યું કે, 2014માં પહેલીવાર બહુમતી ધરાવતી બિનકોંગ્રેસી સરકાર બની અને અમે નરેન્દ્ર મોદી એક્સપેરિમેન્ટ શરુ કર્યો. હવે જયારે પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે એ કહેવું ઉચિત લાગે છે કે પ્રજાએ મોદીનો પ્રયોગ સ્વીકાર્યો। આગામી દિવસોમાં પણ પ્રજા તેને સ્વીકારશે. તેમણે કહ્યું હતું કે, અમે ફરી એકવખત ભાજપની સરકાર બનાવવા અગ્રેસર છીએ. મોદી સરકારે જે કર્યો કર્યા તેને અમારા સંગઠને જમીની સ્તર સુધી લઇ જવામાં પહોંચાડવાનું કાર્ય કર્યું છે. 133 નવી યોજનાઓ દેશમાં આવી છે અને આ યોજનાઓ દેશના પ્રત્યેક વર્ગને સ્પર્શી ચુકી છે. 'આયેગા તો મોદી હી' આ નારો પણ પ્રજામાંથી જ બહાર આવ્યો હતો, તેવું શાહે ઉમેર્યું હતું

  વિપક્ષે મોંઘવારીને મુદ્દો ન બનાવ્યો !
  અમિત શાહે કહ્યું કે, કદાચિત આ પહેલી એવી ચૂંટણી છે જ્યાં વિરોધ પક્ષે મોંઘવારીને ચૂંટણી મુદ્દો ન બનાવ્યો. અમારી સરકારે ગરીબોના જીવનસ્તરને ઉઠાવ્યું છે. 2014માં જ્યાં અમારી પાસે 6 રાજ્ય સરકારો હતી ત્યાં આજે અમારા પક્ષની 16 રાજ્ય સરકારો છે. શાહે ઉમેર્યું હતું કે, પ્રજા એ માનવા લાગી છે કે મલ્ટીપાર્ટી ડેમોક્રેટિક સિસ્ટમ દેશને આગળ લઇ જઇ શકે છે. અમારી સરકારે 50 કરોડ ગરીબોને આગળ વધવાનું કામ કર્યું છે, દેશના વિકાસમાં તેમની પણ જવાબદારી છે

  દેશ સુરક્ષિત છે- શાહના મતે દેશ હવે પહેલાથી વધુ સુરક્ષિત છે અને પ્રજાએ આ મુદ્દેનિશ્ચિન્ત થઇ જવું જોઈએ. તેમના મતે, નરેન્દ્ર મોદીને પુનઃ વડાપ્રધાન બનાવવા માટે દેશમાં પ્રચંડ લહેર છે. અમે તો 2016થી જ આ અભિયાનનો પ્રારંભ કરી દીધો હતો. આ દરમિયાન સંખ્યાબંધ સમિતિઓનું નિર્માણ કરવામાં આવ્યું. શાહે કહ્યું કે, અમને વિશ્વાસ છે કે ગત લોકસભા ચૂંટણીમાં 120 બેઠકો જે અમે ગુમાવી હતી તે પૈકીની 70 બેઠકો અમે જીતી લાવીશું. અમે 300 બેઠકો જીતીને બહુમતી મેળવીશું.

  પ્રજ્ઞાનું નિવેદન અંગત- આ દરમિયાન શાહે સ્પષ્ટ કર્યું હતું કે, નાથુરામ ગોડસેને લઈને જે નિવેદનબાજી સાધ્વી પ્રજ્ઞા ઠાકુર દ્વારા કરવામાં આવી તે તેમનું અંગત નિવેદન હતું, પક્ષને તેની સાથે કોઈ લેવાદેવા નથી ! આ મામલે તેમની પાસેથી જવાબ પણ મંગાવામાં આવ્યો છે. રહી વાત તેમની ઉમેદવારીની તો, કોંગ્રેસ દ્વારા જે 'ભગવા આતંકવાદ'નું નામ આપીને દેશની સુરક્ષા સાથે રમત રમવામાં આવી રહી છે અને હિંદુત્વને દુનિયાભરમાં બદનામ કરવાનો પ્રયાસ કરાયો છે, તેની સામે ભાજપનો આ ‘સત્યાગ્રહ’ છે

  1 કરોડ 50 લાખ લોકોને મળ્યા પીએમ- અમિત શાહે જણાવ્યું કે, વડાપ્રધાને આ ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન 142 જન મેદનીઓ સંબોધી, 4 રોડ-શો કર્યા અને આ દરમિયાન તેમણે દેશના લગભગ દોઢ કરોડ લોકો સાથે સંપર્ક સાધ્યો. પીએમ દ્વારા 28માર્ચે ચૂંટણી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

  પ્રત્યેક બેઠક ઉપર 3000 કાર્યકર્તા- અમિત શાહે માહિતી આપી કે, પ્રત્યેક બેઠક દીઠ ભાજપના 3000 કાર્યકરોએ એકપણ પૈસો લીધા વગર દિવસ-રાત કામ કર્યું. 'મારુ બુથ સૌથી મજબૂત' જેવા કાર્યક્રમનો પ્રારંભ થયો. એટલું જ નહિ, 'મારુ પરિવાર, ભાજપ પરિવાર' : આ ભાજપના મુખ્ય કાર્યક્રમો પૈકીના હતા. શાહે જણાવ્યું હતું કે, અમે 161 કૉલ સેન્ટર્સ બનાવ્યા હતા, જે દેશભરમાં કાર્યરત હતા અને તેના થકી અમે 28 કરોડ લોકોનો સંપર્ક કર્યો હતો.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Amit shah, Win

  આગામી સમાચાર