PM મોદી અને ડોભાલને મળ્યાં યુરોપિયન સંસદના સભ્યો, કાલે કાશ્મીરની મુલાકાત લેશે

Kaushal Pancholi | News18 Gujarati
Updated: October 28, 2019, 5:18 PM IST
PM મોદી અને ડોભાલને મળ્યાં યુરોપિયન સંસદના સભ્યો, કાલે કાશ્મીરની મુલાકાત લેશે
આ મુલાકાતમાં જમ્મુ-કાશ્મીર મામલે ખુલીને વાતચીત થઈ હતી

આ મુલાકાતમાં જમ્મુ-કાશ્મીર મામલે ખુલીને વાતચીત થઈ હતી અને કાશ્મીરની વર્તમાન સ્થિતિને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: યુરોપિયન સંસદના (European Union)30 સભ્યોની ટીમ કાશ્મીર મુલાકાત માટે ભારત આવી છે. આ ટીમની યાત્રા અનૌપચારિક છે. દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની (NSA Ajit Doval મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં જમ્મુ-કાશ્મીર મામલે ખુલીને વાતચીત થઈ હતી અને કાશ્મીરની વર્તમાન સ્થિતિને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. યુરોપિયન સંસદનું પ્રતિનિધિમંડળ કાશ્મીરનાં સ્થાનિક લોકોને પણ મળશે.

આ દરમિયાન પીએમ મોદીએ યુરોપિયન સંધની ટીમને સંબોધિત પણ કર્યા હતાં. પીએમએ કહ્યું કે, 'આતંકવાદીઓનું સમર્થન કે આવી ગતિવિધિઓ અને સંગઠન કરનારા કે રાજ્યની નીતિનાં રૂપમાં આતંકવાદનો ઉપયોદ કરનાર સામે તત્કાલ કાર્યવાહી કરવામાં આવશે. આતંકવાદ માટે ઝીરો ટોલરન્સની નીતિ હોવી જરૂરી છે.'

આ પણ વાંચો : દેશના જવાનોના શૌર્યના કારણે કાશ્મીરમાં કલમ 370 દૂર કરી શક્યા: મોદી

આ મુલાકાત પર પ્રતિક્રિયા આપતા મહેબૂબા મુફ્તીએ ટ્વિટ કર્યું કે, ' કાશ્મીર અને દુનિયાની વચ્ચેથી લોખંડનો પડદો હટશે. જમ્મુ કાશ્મીરને અશાંતિમાં ધકેલવા માટે ભારત સરકારને જવાબદાર ગણાવવા જોઇએ. આશા છે કે તેમને ડૉક્ટર, લોકલ મીડિયા અને સિવિલ સોસાયટીનાં લોકો સાથએે મળવાની તક મળે.'



કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા પછી પહેલીવાર કોઈ વિદેશી દળ કાશ્મીર જશે. તેઓ આવતી કાલે કાશ્મીરની મુલાકાત લેશે. પ્રતિનિધિમંડળ રાજ્યના હાલાતની સમીક્ષા કરશે. 30 સભ્યોના આ આતંરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળે આજે એનએસએ અજીત ડોભાલ સાથે પણ મુલાકાત કરી હતી. મહત્વનું છે કે, ગત ઓગસ્ટ મહિનામાં કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ યુરોપિયન યુનિયને આ મુદ્દે ભારતના પક્ષનું સમર્થન કર્યું હતું. તે સમયે યુરોપની સંસદમાં અનેક સાંસદોએ એક સૂરમાં પાકિસ્તાનની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે આપણે ભારતનું સમર્થન કરવું જોઈએ કારણ કે પાકિસ્તાનમાં આતંકીઓને સંરક્ષણ મળે છે અને તે પાડોશી દેશમાં હુમલો કરે છે. હવે કાશ્મીરને લઈને આ પ્રતિનિધિમંડળની શું પ્રતિક્રિયા હશે તેના પર સૌકોઈની નજર રહેશે.

 
First published: October 28, 2019
વધુ વાંચો
अगली ख़बर